વન સાઇડ લવમાં મગજના ફરેલા આશિકની કાળજુ કંપાવી દે તેવી કરતૂત, ચપ્પુ લઇ છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીના ઘરે પહોંચ્યો ધોરણ 8નો વિદ્યાર્થી, ગળા પર ચપ્પુ રાખી છોકરીની માંગમાં ભરી દીધુ સિંદૂર
આઠમાં ધોરણમાં ભણનાર છોકરો, છઠ્ઠા ધોરણમાં ભણતી છોકરીના ઘરમાં ઘૂસ્યો અને તેના ગળા પર ચાકુ રાખી તેણે તેની માંગમાં સિંદૂર ભરી દીધુ. વન સાઇડ લવની આ કહાની કોઇ ફિલ્મની સ્ટોરીથી કમ નથી. આ ઘટના ઉત્તરપ્રદેશના મહારાજગંજની છે. ઘટના બાદ છોકરીના પિતાએ પોલિસમાં કેસ દાખલ કરાવ્યો છે. જે બાદ 16 વર્ષિય છોકરાની પોલિસે ધરપકડ કરી લીધી છે. ધોરણ 8માં ભણનાર આ છોકરો ધોરણ 6માં ભણતી એક વિદ્યાર્થીને પ્રેમ કરતો હતો. તે ત્રણેક મહિનાથી તેની પાછળ પડ્યો હતો. તે ઘણીવાર તેને પ્રપોઝ કરી ચૂક્યો છે.
તેની હરકતોથી પરેશાન થઇ છોકરીના પિતાએ તેની સ્કૂલ પણ બદલાવી દીધી, પરંતુ તેમ છત્તાં તે ના માન્યો અને તેણે ચાકૂને ગળા પર રાખી તેની માંગમાં સિંદુર ભરી દીધુ. મહારાજગંજ પોલિસ સ્ટેશનના થાનાધ્યક્ષે જણાવ્યુ કે, આ છોકરો તેના મિત્ર સાથે છોકરીના ઘરે પહોંચ્યો. છોકરી તે સમયે કચરા લાળી રહી હતી. ત્યારે જ છોકરાએ છોકરીના ગળા પર ચાકુ રાખી તેની માંગમાં સિંદુર ભરી દીધુ.આ હરકતને કારણે છોકરી ગભરાઇ ગઇ અને તેણે શોર મચાવ્યો પણ આ પહેલા કે કોઇ ત્યાં પહોંચતુ તે છોકરો ભાગવામાં સફળ રહ્યો.
જ્યારે છોકરીના પિતા કામ બાદ ઘરે પરત ફર્યા તો છોકરીએ પોતાની આપવીતી સંભળાવી. છોકરીના પિતાએ તે બાદ પોલિસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો અને પોલિસની ટીમે સીસીટીવી ફુટેજ ધારે છોકરાની ધરપકડ કરી લીધી. જે બાદ તેને બાલ કલ્યાણ સમિતિ સમક્ષ પેશ કરવામા આવ્યો અને બાલ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો. છોકરાને તેની આ ભૂલનો કોઇ પસ્તાવો નથી. તેણે કહ્યુ કે, તે છોકરીને પ્રેમ કરે છે અને તેના સાથે લગ્ન કરવા ઇચ્છે છે.
પોલિસે અનુસાર, છોકરો ત્રણ મહિનાથી છોકરીનો પીછો કરી રહ્યો હતો, તે સતત તેને પ્રપોઝ કરી પરેશાન કરતો હતો. જ્યારે છોકરીના માતા-પિતાને આ વિશે ખબર પડી તે તેમણે છોકરીને બીજી સ્કૂલમાં મોકલી દીધી, પણ સામાજિક કલંક ન લાગે આ કારણે પહેલા પોલિસમાં ફરિયાદ દાખલ ન કરાવી.