હે ભગવાન ! હવે બોટાદ PSIને આવ્યો હાર્ટએટેક, થયુ મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ

ચેતજો તમે હાર્ટ એટેકથી….PSI પ્રવિણ સાહેબને આવ્યો હાર્ટ એટેક- જાણો અંદરની વિગત

ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોત થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. કોઇને ક્રિકેટ રમતા તો કોઇને ફૂટબોલ રમતા તો કોઇને જીમમાં એક્સરસાઉઝ કરતા કરતા હાર્ટ એટેક આવવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PSI પ્રવિણ અસોડાનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

PSI પ્રવિણ અસોડા સર્કિટ હાઉસના રૂમ નંબર-10માં રહેતા હતા અને ત્યાં જ તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે. લગભગ દસેક મહિના પહેલા જ તેમની અમદાવાદથી પ્રમોશન સાથે બોટાદમાં બદલી થઈ હતી. ત્યારે PSIનું હાર્ટ એટેકથી મોત થતા પોલિસ બેડામાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે. ફરજ પરથી પરત ફર્યા બાદ તેમન સર્કિટ હાઉસ પહોંચતા હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત નિપજ્યુ. PSIના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે હાર્ટ એટેકના કેસમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે 27 ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા એકાદ વર્ષથી મસ્તીમાં ઝુમતા તેમજ ક્રિકેટ-ફૂટબોલ રમતા અથવા તો કોઇ પ્રસંગમાં ડાન્સ કરતાં કે પછી જીમમાં એક્સરસાઇઝ કરતો વ્યક્તિ અચાનક જ ઢળી પડે છે અને તેનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હોવાનું સામે આવે છે.

Shah Jina