એક ફૂલ દો માલી: બોટાદમાં એક જ યુવતીને પ્રેમ કરી રહેલા બંને યુવકોમાંથી એકની થઇ હત્યા, રુવાડા ઉભા કરી દે એવી ઘટના

આપણે ત્યાં એવું કહેવાય છે કે પ્રેમ આંધળો છે, અને આ આંધળા પ્રેમના કારણે કેટલાય ઘર પણ બરબાદ થતા જોવા મળે છે. ઘણા લોકો પ્રેમમાં એટલા બધા આંધળા બની જાય છે કે કોઈનો જીવ લેતા પણ વિચાર નથી કરતા, આવી જ એક ઘટના હાલ બોટાદમાંથી સામે આવી છે, જ્યાં એક યુવકનું પ્રેમ પ્રસંગોમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદમાં રહેતી એક યુવતી પૂજા મકવાણાના બે યુવકો પ્રમોદભાઈ શશીકાંતભાઈ જોષી અને રમઝાન ઉર્ફે બાલો યુસુફભાઈ નિયાતર સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. એક જ યુવતીના બે પ્રેમીઓ સાથે ચક્કર ચાલતા હોવાના કારણે અવાર નવાર ઝઘડા પણ થતા હતા, જેના કારણે પૂજાએ અને રમઝાન ઉર્ફે બાલા નિયાતરે સાથે મળી અને પ્રમોદને રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું કરી નાખ્યું.

ગત તા. 14/10/21ના રોજ સવારો 9.00 કલાકે રમઝાન ઉર્ફે બાલા નિયાતરે પ્રમોદભાઈ શશીકાંતભાઇ જોષીને ફોન કરીને હજામની સિન્ડી કટુકીયા શેરીમાં પ્રમોદનાં બંધ મકાન ખાતે બોલાવ્યો હતો. અને ત્યાં તેની એકલતાનો લાભ લઈને 24 વર્ષીય પ્રમોદને છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી અને તેના બાદ બંને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ અંગે મૃતક પ્રમોદના ભાઈ ઉમેશ શશીકાંતભાઇભાઈ જોષીએ બોટાદ પોલીસમાં આરોપી રમઝાન ઉર્ફે બાલો યુસુફ નિયાતર અને પૂજા મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા અને સાંજે 6 વાગ્યા સુધીમાં જ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.

આ બાબતે મૃતકનાં ભાઈ ઉમેશ જોષીએ જણાવ્યું હતું કે “ગત તા. 13/10/21નાં રોજ હું મારો ભાઈ પ્રમોદ તેની પ્રેમિકા પૂજા મકવાણા અને તેનો મિત્ર રમઝાન ઉફ્રે બાલો યુસુફ નિયાતર ભગુડા દર્શન કરવા ગયા હતા અને ત્યાં મારાભાઈ પ્રમોદે પૂજા મકવાણા સાથે માતાજીની સાક્ષીમાં સેથામાં સિંધુર પુરી લગ્ન કર્યા હતા અને પૂજા મકવાણા પાસે રમઝાનને ભાઈમાની રાખડી બંધાવી હતી.”

તેમને આગળ એમ પણ જણાવ્યું કે આ બબાતે ત્યાં મારાભાઈ પ્રમોદ, પૂજા અને રમઝાન વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યાબાદ સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ ત્યાબાદ તા. 14/10/21ના રોજ રમઝાન નિયાતરે મારાભાઈ પ્રમોદને ફોન કરી બોલાવી હજામની છિંડીમાં આવેલ અમારા જુના બંધ મકાનમાં લઇ જઈ પ્રેમિકા પૂજા મકવાણા અને રમઝાને છરીનાં ઘા મારી મારાભાઈ પ્રમોદની હત્યા કરી હતી.”

Niraj Patel