ગૃહમંત્રીના સુરતમાં જ બુટલેગરો બેફામ, પોલીસ પકડવા જતા જ સર્જાયા એવા ફિલ્મી દૃશ્યો કે જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો

અન્ય રાજ્યોની જેમ હવે ગુજરાતમાં પણ ક્રાઈમરેટ વધતો જઈ રહ્યો છે અને તેમાં પણ રાજકોટ, અમદાવાદ અને સુરત જેવા શહેરો મોખરે આવી ગયા છે. ઘણા શહેરોમાં ખુલ્લેઆમ છેડછાડ, મારપીડ, હત્યા અને દારૂની હેરફેરના બનાવો સામે આવતા જોવા મળે છે. ત્યારે સુરતમાં પણ આવા ઘણા કિસ્સાઓ છેલ્લા થોડા સમયમાં સામે આવી ગયા છે, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં બુટેલગરો પોલીસ ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

આ ઘટના સામે આવી છે સુરત જિલ્લાના ઉમરપાડામાંથી, જ્યાં પોલીસને બાતમી મળી હતી કે એક કારની અંદર વિદેશી દારૂ આવી રહ્યો છે, ત્યારે પોલીસ પણ આ ચોક્કસ બાતમીના આધારે વૉચ ગોઠવીને બેઠી હતી. ત્યારે જેવી જ કાર પસાર થઇ, પોલીસે આ કારને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલકે કારને હંકારી મૂકી.

આ દરમિયાન એક વીડિયો પણ કેમેરામાં કેદ થઇ ગયો, જેમાં આ ઘટનાના ફિલ્મી દૃશ્યો જોવા મળી રહ્યા હતા. બુટેલગરોની કાર પોલીસથી બચવા માટે ભાગતી જોવા મળી રહી હતી. બુટલેગરોની કારનો પીછો કરી રહેલા બે બાઈક સવાર પોલીસકર્મીઓને કાર ચાલકે કચડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે બંને પોલીસકર્મીઓના જીવ બચી ગયા હતા. પરંતુ બાઈક ખાસું નુકશાન ગ્રસ્ત થયું હતું.

જેના બાદ બુટેલગરો કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યા હતા, આ બુટલેગરો પોતાની કાર ઉમરપાડા તાલુકાના શરદા ગામ નજીક મૂકીને ત્યાંથી પણ ભાગી ગયા હતા. હાલ ઉમરપાડા પોલીસે કારણે જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ પણ મળી આવ્યો છે. આ ઘટના ગત સોમવારના રોજ સાંજના સમયે સર્જાઈ હતી. ત્યારે લોકોમાં પણ હવે એ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતની અંદર બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે તેમને કાયદાનો પણ ડર નથી રહ્યો.

Niraj Patel