આમિર ખાનથી લઇને સૈફ સુધી, 3-3 કે તેથી વધુ બાળકોના પિતા છે આ સ્ટાર્સ, 8મી તસવીર જોઇ મોં ખુલ્લુ રહી જશે

આ 10 સેલિબ્રિટીએ કેટલા બાળકો પેદા કર્યા જાણો છો? 5 નંબર વિશે જાણીને મગજ ચકરાઈ જશે

બાળકોથી ભરેલુ ઘર કોને પસંદ નથી હોતુ, પરંતુ જો ઘરમાં બે જ બાળકો હોય તો સારુ છે. આમ તો લોકોના આ વિચારોને આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર્સે પૂરી રીતે નકારી દીધી છે. આ જ કારણ છે કે, આ સ્ટાર્સના મોટા સ્ટારડમની જેમ તેમનો પરિવાર પણ મોટો છે. આમિર ખાનથી લઇને સૈફ અલી ખાન સુધી કેટલાક સ્ટાર્સ એવા છે જે 3 કે તેથી વધુ બાળકોના પિતા છે.

1.શાહરૂખ ખાન : બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન અને ગૌરી ખાનને લગ્ન કર્યાને 27 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. તેઓ ત્રણ બાળકોના પેરેન્ટ્સ છે. તેમને એક દીકરી સુહાના ખાન અને બે દીકરા અબ્રાહમ ખાન અને અબરામ ખાન છે. આ કપલે સેરોગેસીથી અબરામને જન્મ આપ્યો હતો.

2.આમિર ખાન : બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવાતા આમિર ખાનને બે લગ્નથી ત્રણ બાળકો છે. પહેલા લગ્નથી તેમને એક દીકરી આઇરા ખાન અને દીકરો જુનૈદ ખાન છે, જયારે બીજા લગ્નથી તેમને એક દીકરો આઝાદ છે.

3.સૈફ અલી ખાન : બોલિવુડના નવાબ સૈફ અલી ખાને 2 લગ્ન કર્યા છે, તે ચાર બાળકોના પિતા છે. તેમને પહેલા લગ્નથી બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે, જયારે બીજા લગ્નથી તેમને બે દીકરાએ છે, જેમાંથી એકનું નામ તૈમુર અલી ખાન છે. તેમની બીજી પત્ની કરીનાએ થોડા સમય પહેલા જ બીજા દીકરાને જન્મ આપ્યો હતો.

4.સંજય દત્ત : બોલિવુડના સંજુ બાબા પણ ત્રણ બાળકોના પિતા છે. તેમને દીકરી ત્રિશાલા ઉપરાંત ઇકરા અને શાહરાન નામના બે બાળકો છે.

5.બોની કપૂર : બોલિવુડના જાણિતા ફિલ્મ નિર્માતા બોની કપૂરે બે લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન મોના કપૂર સાથે થયા હતા, જેનાથી તેમને બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે. ત્યાર બાદ તેમણે શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. જેનાથી પણ તેમને બે બાળકો જાહ્નવી કપૂર અને ખુશી કપૂર છે. આમ બોની કપૂર 4 બાળકોના પિતા છે.

6.અનીલ કપૂર : બોલિવુડ અભિનેતા અનીલ કપૂરના ત્રણ બાળકો છે. તેમને બે દીકરી સોનમ કપૂર, રેહા કપૂર અને એક દીકરો હર્ષવર્ધન કપૂર છે.

7.સલીમ ખાન : બોલિવુડના દબંગ ખાન સલમાન ખાનના પિતા સલીમ ખાન 4 બાળકોના પિતા છે. આ ઉપરાંત તેમણે અર્પિતા ખાનને પણ એડોપ કરી હતી.

તેમને સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન, અલવિરા ખાન અને સાથે સાથે સાથે અર્પિતા ખાન શર્મા એમ પાંચ બાળકો છે.

8.ધર્મેંદ્ર : ઘણા ઓછા લોકો જાણે છે કે, ફિલ્મ સ્ટાર ધર્મેંદ્રને પહેલી પત્ની પ્રકાશ કૌરથી બે નહિ પરંતુ ચાર બાળકો છે. તેમને સની અને બોબી દેઓલ સાથે સાથે બે દીકરીઓ વિજેતા અને લાલી પણ છે.

જયારે તેમને હેમા માલિનીથી બે દીકરીઓ ઇશા અને અહાના છે, આવી રીતે તેઓ 6 બાળકોના પિતા છે.

9.શત્રુઘ્ન સિન્હા : બોલિવુ઼ડ અભિનેતા અને પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિન્હા ત્રણ બાળકોના પિતા છે. સોનાક્ષી સિન્હા ઉપરાંત તેમના બે દીકરા લવ અને કુશ છે.

10.ફરાહ ખાન : ફરાહ ખાને વર્ષ 2008માં એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો શિરીષ સાથે લગ્ન કર્યાના ચાર વર્ષ બાદ તેઓ 3 બાળકોની માતા બન્યા હતા. તેમને એક દીકરો અને બે દીકરીઓ છે. ફરાહ ખાન મશહૂર કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર છે. તેમણે 80થી વધુ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે.

Shah Jina