સુહાના ખાનથી લઇને નવ્યા નવેલી નંદા સુધી બોલિવુડના આ સ્ટાર કિડ્સની પાર્ટીની તસવીરો જોઇ તમે હેરાન રહી જશો

આર્યન ખાનથી લઇને અનન્યા પાંડે સુધી, બોલિવુડ સ્ટાર કિડ્સની પાર્ટીની તસવીરો તમને કરી દેશે હેરાન

બોલિવુડ અને પાર્ટીનો ઘણો ઊંડો સંબંધ છે. બોલિવુડમાં હોવ અને પાર્ટી ના હોય એવું તો બની જ ન શકે. બોલિવુડના સ્ટાર કિડ્સ પણ અલગ અલગ રીતે પાર્ટી કરે છે. આ સ્ટાર કિડ્સમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન હોય કે દીકરી સુહાના ખાન કે પછી અન્ય કોઇ સ્ટાર કિડ્સ તેઓ બધાની પાર્ટીની પોતાની અલગ સ્ટાઇલ છે. આ સ્ટાર કિડ્સની પાર્ટીની તસવીરો તો ઘણીવાર તમને હેરાન કરી દેશે. બોલિવુડ સ્ટાર કિડ્સને ઘણીવાર મુંબઇના રેસ્ટોરન્ટમાં પણ પાર્ટી કરતા સ્પોટ કરવામાં આવે છે.

1.આર્યન ખાન : બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. ડગ કેસમાં આર્યન ખાનની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આર્યન ખાને વિદેશમાં અભ્યાસ કર્યો છે અને આ દરમિયાન તેણે ઘણી પાર્ટીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આર્યનની એક તસવીર સૌથી વધુ ચર્ચામાં રહી હતી.

2.સુહાના ખાન : બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન આ દિવસોમાં ન્યૂ યોર્કમાં છે. તે તેનો અભ્યાસ કરી રહી છે. આ વચ્ચે તે કયારેક કયારેક પાર્ટીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તે તેના મિત્રો સાથે પાર્ટીમાં મસ્તી કરતી પણ જોવા મળતી હોય છે.

3.નવ્યા નવેલી નંદા : બોલિવુડના બિગબી અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા આમ તો પાર્ટીની ઘણી ઓછી તસવીરો શેર કરે છે. પરંતુ તેણે એક તસવીર શેર કરી હતી, જેમાં લાગી રહ્યુ હતુ કે તે કદાચ પબ કે ડિસ્કોમાં છે. આ તસવીરમાં તે તેની એક મિત્ર સાથે જોવા મળી રહી હતી.

4.અનન્યા પાંડે  : બોલિવુડ અભિનેતા ચંકી પાંડેની દીકરી અને અભિનેત્રી અનન્યા પાંડે પણ ઘણીવાર પાર્ટી કરતા તસવીરો શેર કરતી હોય છે. તેની પાર્ટીની જે ખૂબસુરત તસવીર છે તેમાં એક સાઇડ પર તેણે શિમર લગાવ્યુ છે, તો બીજી તરફ તે તેની કેટલીક મિત્રો સાથે નજર આવી રહી છે. આ પાર્ટીમાં તે ખૂબ જ મસ્તી કરી રહી છે અને ઘણુ એન્જોય પણ કરી રહી છે.

5.શનાયા કપૂર : સંજય કપૂરની દીકરી શનાયા કપૂર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. શનાયા મિત્રો સાથે પાર્ટીની પણ તસવીરો શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)

6.આલિયા કશ્યપ : અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ ફિલ્મોથી ભલે દૂર હોય પરંતિ તે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને લઇને ચર્ચામાં રહેતી હોય છે. આલિયાની તેની ગર્લ ગેંગ સાથેની એક પાર્ટીની તસવીર ઘણી વાયરલ થઇ હતી, જેમાં તે એક થીમ બીચ પાર્ટીંમાં જોવા મળી રહી હતી. જેમાં તે અને તેના ફ્રેન્ડ્સ એક જેવા ગેટઅપમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ALAYA F (@alayaf)

7.અલાયા એફ : અલાયા અભિનેત્રી પૂજા બેદીની દીકરી છે. અલાયા બોલિવુડમાં ડેબ્યુ પણ કરી ચૂકી છે. તેની પાર્ટીની તસવીર થોડા સમય પહેલા ખૂબ વાયરલ થઇ હતી, જેમાં તે મિત્રો સાથે ડાંસ કરતી અને મસ્તી કરતી જોવા મળી હતી.

Shah Jina