ખબર ફિલ્મી દુનિયા

અઢી વર્ષની બાળકીની હત્યાથી ગુસ્સાની આગમાં ભભકી ઉઠ્યું બૉલીવુડ, જાણો કયા સેલિબ્રિટીએ શું કહ્યું

અલીગઢના ટપ્પલ વિસ્તારમાં એક બે વર્ષીય બાળકીના રેપ અને હત્યાએ આખા દેશને હલાવીને રાખી દીધો છે. ત્યારે પોતાના મંતવ્યોને બિંદાસ રીતે રજુ કરવા માટે જાણીતું બોલિવૂડ પણ આ ઘટનાથી આક્રોશમાં છે. એક વાર ફરી આખું બોલિવૂડ આ માણસાઈ વિરુદ્ધના કૃત્યની વિરુદ્ધ એક સાથે મળીને ઉભું થયું છે અને ન્યાયની માંગ કરી રહ્યું છે.

ઉત્તરપ્રદેશના અલીગઢમાં ઘટેલી આ માણસાઈને શરમમાં મુક્તી ઘટના વિશે બોલીવૂડના સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી અને ગુસ્સો ઠાલવો છે.

અભિનેતા અનુપમ ખેરે આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું કે ‘ત્રણ વર્ષની બાળકી પર થયેલા રેપને કારણે ગુસ્સે, ડરેલા અને શરમમાં મુકાયેલા અને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય એટલા દુઃખી છે. રેપિસ્ટને જાહેરમાં ફાંસીએ લટકાવવો જોઈએ. આ જઘન્ય અપરાધ માટે બીજી કોઈ સજા નથી. હું બાળકી માટે ન્યાય માંગુ છું.’

અભિષેક બચ્ચને ટ્વીટ કરીને લખ્યું – ‘ખૂબ જ ઘૃણાસ્પદ અને ગુસ્સે કરનારી ઘટના છે. કોઈ પણ વ્યક્તિ આવું કઈ રીતે કરી શકે છે. નિઃશબ્દ.’

અભિનેત્રી સની લિયોનીએ લખ્યું – ‘માફ કરજે, બેટા, તારે એક એવી દુનિયામાં રહેવું પડ્યું જ્યા માણસ હવે માણસાઈને નથી સમજતો. અમને માફ કરી દે.’

રવીના ટંડને સોશિયલ મીડિયા પર લખ્યું, ‘અલીગઢમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા અને રેપ ખૂબ જ ભયાનક છે. જે  લોકોએ તેની સાથે આ ખરાબ, અમાનવીય અને બર્બરતાથી ભરેલું કૃત્ય કર્યું છે, તેમને ફાંસી થવી જોઈએ. કાયદાએ ઝડપથી કામ કરવું જોઈએ.’

રિતેશ દેશમુખે ટ્વીટ કરીને લખ્યું – ‘ઘટના વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું અને આઘાત લાગ્યો. આપણે એક સમાજના રૂપમાં થોડા અસફળ રહયા છીએ. આપણે આપણા બાળકો માટે કેટલી અસુરક્ષિત દુનિયા બનાવી છે. આ અપરાધોને ઓછા કરવા માટે સખત સજા અને તાત્કાલિક ન્યાય એકમાત્ર રીત છે.’

રિતેશ દેશમુખની પત્ની જેનિલિયાએ લખ્યું – ‘આ ભયાનક છે, હું આ વાતથી સખત ગુસ્સે છું કે આપણા દેશમાં મહિલાઓ અને ખાસ કરીને નાની બાળકીઓ સાથે જે થઇ રહ્યું છે. દર વખતની જેમ આપણે આ વખતે પણ આ બાળકી માટે અસફળ રહયા છીએ. આવા અપરાધો માટે જવાબદાર લોકોને સાર્વજનિક રૂપથી ફાંસી આપવી જોઈએ.’

આયુષમાન ખુરાનાએ પણ આ ઘટનાને ખરાબ રીતે વખોડી અને તેની નિંદા કરી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે તેઓ આ ખબર સાંભળીને ખૂબ જ દુઃખી થયા છે. એવી દુનિયામાં રહેવું ભયાનક છે કે કે જ્યા બાળકો પણ સુરક્ષિત નથી.

અર્જુન કપૂરે પણ આ ઘટનાની નિંદા કરીને આ ઘટનાને માણસાઈને શરમમાં મૂકનારી ઘટના જણાવી છે.

જણાવી દઈએ કે અલીગઢના ટપ્પલમાં એક અઢી વર્ષની એક બાળકીની હત્યા કરી દેવાઈ હતી. આ બાળકી 30 મેના રોજ ગાયબ થઇ હતી અને 2 જૂને તેનો મૃતદેહ ઘરથી 100 મીટર દૂર ચૂંથાઈ ગયેલી હાલતમાં કચરાના ઢગલામાંથી મળી આવ્યો હતો. તેના પરિજનોએ બાળકીના રેપ બાદ હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ બાબતે અભિનેત્રી સોનમ કપૂરે પણ ટ્વીટ કરી હતી, જેના કારણે તે ટ્રોલ પણ થઇ છે. સોનમ કપૂરે આ પહેલા કઠુઆ રેપ અને હત્યા કેસમાં માટે ટ્વીટ કરી હતી અને લખ્યું હતું, ‘હું હિન્દુસ્તાન છું, હું દિલગીર છું, પોતાના બાળક માટે ન્યાય માંગુ છું, 8 વર્ષની બાળકી, જેની કઠુઆના દેવી સ્થાન મંદિરમાં ગેંગરેપ અને હત્યા થઇ.’

ત્યારે ટ્વિંન્કલ માટે કરવામાં આવેલા પોસ્ટમાં સોનમ કપૂરે કહ્યું, -ટ્વિંન્કલ સાથે જે થયું, એ ખૂબ જ ભયાનક છે. હું તેના પરિવાર માટે પ્રાર્થના કરું છું. હું લોકોને આને એક સ્વાર્થી એજંડા નહિ બનાવવાનો પણ આગ્રહ કરું છું. આ એક નાની બાળકીનું મૃત્યુ છે, ન કે પોતાની નફરત ફેલાવવાનો સ્ત્રોત.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.