બોલિવૂડના આ અભિનેતાઓએ ખરતા વાળ અને ટાલથી બચવા માટે કરાવ્યું છે હેર ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોઈને વિશ્વાસ આવશે નહિ

અક્ષય કુમારથી સલમાન ખાન સુધી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા વાળા બોલિવૂડ અભિનેતા, માથા ઉપરથી ગાયબ થઇ ગયા હતા વાળ

બોલિવૂડ સેલેબ્સની  ઘણીવાર તેમના દેખાવ માટે પ્રશંસા કરવામાં આવતી હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ સ્ટાર્સ તેમની સુંદરતા વધારવા માટે સર્જરી અને અન્ય ઘણી પદ્ધતિઓનો આશરો લે છે. અભિનેત્રીઓ ઘણીવાર તેમના ચહેરા, હોઠ અને ચામડીના રંગને લઈને મેડિકલ મદદ લેતી જોવા મળી છે જોકે અભિનેતાઓમાં પણ આવું હોય છે.

વીતેલા સમયમાં ઘણા સુપરસ્ટાર્સ થયા છે જેમણે એક સમયે વાળ ગુમાવ્યા હતા, પરંતુ તેઓએ તબીબી સર્જરી કરાવીને પોતાનો દેખાવ જાળવી રાખ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક બોલિવુડ સ્ટાર્સ એવા છે જેમણે મોટા પડદા પર સુંદર દેખાવવા માટે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી છે.

1. સલમાન ખાન : બોલિવૂડના દબંગ કહેવાતા સલમાન ખાને ત્રીજી વખત હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. આ પહેલા સલમાન 2003 અને 2012માં બે વાર હેર ટ્રાન્સપ્લાન્ટ કરી ચુક્યા છે. સલમાનના હેર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ત્રીજી વખત દુબઈથી ડોક્ટરોની ટીમ બોલાવવામાં આવી હતી.

2. સંજય દત્ત : બોલિવૂડના મુન્નાભાઈના ખરતા વાળ પણ તેમને ખૂબ પરેશાન કરતા હતા. જો તે વાળનું સમયસર ટ્રાન્સપ્લાન્ટ ન કરાવે તો તેઓ ક્યારેય ટાલ પડવાથી છુટકારો મેળવી શકેત નહિ. બોલિવૂડ અભિનેતા સંજય દત્તે ટાલ પડવાના કારણે કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

3. અક્ષય કુમાર : બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે પણ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી અક્ષય કુમાર પર થોડાક સમય પહેલા વિગ પહેરવાનો આરોપ હતો અને અહેવાલ હતો કે અભિનેતાને તેના વાળ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

4. ગોવિંદા : પોતાના કોમિક ટાઇમિંગ અને સારા અભિનય માટે જાણીતા ગોવિંદા એક સમયે વાળ ખરવાની સમસ્યાથી પણ પરેશાન હતા, જેના કારણે તેમને પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ગોવિંદાને ઈન્ડસ્ટ્રીના ભાઈ સલમાન ખાને મદદ કરી હતી.

5. અમિતાભ બચ્ચન : એક સમય હતો જ્યારે  સુપરહીરો અમિતાભ બચ્ચન પણ તેના ટાલ પડવાથી ડરતા હતા.  ‘બિગ બી’ના અચાનક વાળ ખરવા માંડ્યા હતા, જેના કારણે તેમને તેમના વાળનું ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવું પડ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર  બિગ બીએ ઘણી વખત હેર ટ્રાન્સપ્લાન્ટનો આશરો લીધો છે.

Patel Meet