ખુશીઓની વચ્ચે દેઓલ પરિવારમાં છવાઈ ગયો ગમનો માહોલ, બોબી દેઓલના નજીકના વ્યક્તિનું થયું નિધન
Boby deol Mother In Law Marlene Ahuja Dies :મનોરંજન જગમાંથી એક પછી એક દુઃખદ ખબર સામે આવતી રહે છે. જેમાં ઘણા કલાકારોના નિધન થાય છે તો તેમના પરિવારજનોના પણ મોત થતા જ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છવાઈ જતો હોય છે. ત્યારે હાલ એક એવી જ ખબર દેઓલ પરિવારમાંથી પણ આવી રહી છે. પુત્ર કરણ દેઓલના લગ્ન અને પછી ‘ગદર 2’ની અપાર સફળતાએ દેઓલ પરિવારમાં ખુશીઓ લાવી. પરંતુ હવે એક એવા સમાચાર આવી રહ્યા છે જેણે આ પરિવારને હચમચાવી દીધો છે.
દેઓલ પરિવારમાં શોકનો માહોલ :
અભિનેતા બોબી દેઓલની સાસુ માર્લીન આહુજાનું નિધન થયું છે. બોબી દેઓલની પત્ની તાન્યા આહુજા તેની માતાની વિદાયથી સ્તબ્ધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાન્યાની માતા માર્લીન લાંબા સમયથી બીમાર હતી. બીમારીના કારણે તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. બોબી દેઓલની સાસુ અને તાન્યા આહુજાની માતા માર્લીન આહુજાનું 2 સપ્ટેમ્બરે નિધન થયું હતું. લાંબી માંદગીના કારણે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.
બોબી દેઓલના સાસુનું નિધન :
બોબીએ તાન્યા આહુજા સાથે લગ્ન કર્યા હતા, જે તાન્યા દેઓલ તરીકે વધુ જાણીતી છે. તાન્યા આહુજા કરોડપતિ બેંકર સ્વર્ગસ્થ દેવેન્દ્ર આહુજાની પુત્રી છે, જેઓ સેન્ચુરિયન બેંકના પ્રમોટર હતા અને 20મી સદી ફાઇનાન્સ કંપનીના એમડી પણ હતા. આવી સ્થિતિમાં તેની માતા મર્લિન આહુજા પણ એક બિઝનેસવુમન હતી. નોંધનીય છે કે તાન્યા આહુજા સિવાય મર્લિનને બે બાળકો છે, જેમના નામ વિક્રમ આહુજા અને મુનિષા આહુજા છે. મર્લિન મુંબઈમાં રહેતી હતી.
બોબીએ કર્યા હતા સસરાના અંતિમ સંસ્કાર :
સેન્ચુરિયન બેંકના ટોચના બેંકર દેવેન્દ્ર આહુજાના આકસ્મિક અવસાન પછી બોબી દેઓલે જ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. કારણ કે તાન્યાના પિતા અને પુત્ર વિક્રમ વચ્ચે ઘણો વિવાદ ચાલી રહ્યો હતો. જમાઈ બોબી દેઓલે તેમના અંતિમ સંસ્કાર ચંદનવાડી સ્મશાનગૃહમાં કર્યા હતા, જ્યારે વિક્રમ આહુજાને કથિત રીતે સંસ્કારથી દૂર રાખવામાં આવ્યા હતા. વિક્રમને અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી કારણ કે તે દેવેન્દ્ર આહુજાની ઇચ્છા હતી. હવે જોવાનું એ રહેશે કે મર્લિનના અંતિમ સંસ્કાર કોણ કરે છે.