સુરત તક્ષશિલા, મોરબી કેબલ બ્રિજ અને હવે હરણી લેક દુર્ઘટનામાં આટલા મોત માટે જવાબદાર કોણ ? આ 2 કારણો બોટ દુર્ઘટના માટે છે કારણભૂત

વડોદરામાં બોટમાં બેસતા પહેલાં જ નક્કી હતું મોત? સામે આવ્યાં બે મોટા ખતરનાક કારણો

Boat accidents caused by human negligence : ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં કેટલીક એવી ઘટનાઓ બની જેના કારણે કેટલાય નિર્દોષના મોત થયા. વર્ષ 2019માં સુરતમાં થયેલા તક્ષશિલા કાંડમાં પણ માસુમ બાળકોના મોત થયા હતા, જેના બાદ વર્ષ 2022માં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં પણ કેટલાય લોકોના મોત થયા અને ગતરોજ વડોદરાના હરણી તળાવમાં પણ એક દુર્ઘટના ઘટી જેમાં પણ માસુમ બાળકોના મોત થયા, આ તમામ ઘટનાઓ માનવ બેદરકારીના કારણે જ થઇ હોવાનું સામે આવ્યું છે.

2 કારણ આવ્યા સામે :

આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે છતાં તંત્રના પેટનું પાણી નથી હાલતું, થોડા સમય આવી ઘટનાઓ વિશે વાતો થાય છે અને પછી લોકો આ ઘટનાને ભૂલી જાય છે પછી જ્યારે ફરી આવી ઘટના બને છે ત્યારે ઉહાપો મચી જાય છે, પરંતુ કાયમ માટે ક્યારે આવી ઘટનાઓ અટકશે અને ક્યારે નિર્દોષ લોકોના મોતનો સિલસિલો પણ અટકશે ? ત્યારે વડોદરામાં થયેલી બોટ દુર્ઘટનામાં બે મુખ્ય કારણ પણ સામે આવ્યા છે.

હજુ પણ 2 બાળક અને 1 શિક્ષક લાપતા :

હરણી લેક પર થયેલી દુર્ઘટનામાં 12 માસુમ બાળકો સાથે 2 શિક્ષિકાઓના મોત થયા છે અને હજુ પણ 2 બાળકો તેમજ એક શિક્ષક લાપતા હોવાનું સામે આવી રહ્યું છે. રાત્રે અંધારું થઇ જતા રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું, જેના બાદ આજે હવે તેમને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારે આ દુર્ઘટનામાં સૌથી મહત્વનું કારણ માનવ બેદરકારી જ છે. જો આ મામલે થોડી પણ સાવચેતી રાખવામાં આવી હોત તો હસતા રમતા ફૂલ જેવા બાળકો આજે પણ કલરવ કરતા હોત.

ઘોર માનવ બેદરકારી :

આ દુર્ઘટના પાછળ પહેલું કારણ ચાલાક યોગ્ય ના હોવાનું સામે આવ્યું છે. બોટ ચલાવનાર ચાલક કોઈ પ્રોફેશનલ ચાલક નહિ પરંતુ સેવ ઉસળની લારી ચલાવનારો હતો. તો આટલા લોકોના જીવ એક સેવ ઉસળની લારી ચલાવતા વ્યક્તિને કેવી રીતે કોઈ સોંપી શકે ? બીજું કારણ એ પણ છે કે બોટની કેપિસિટી 14 જેટલા લોકોનો હતી અને તેમાં 38 લોકોને બેસાડવામાં આવ્યા, સાથે જ તેમને લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા નહોતા. આટલા બધા માસુમ બાળકો જે એકસાથે મોતને ભેટ્યા તે ઘોર બેદરકારીનું જ પરિણામ છે.

Niraj Patel