શું કાળો દોરો પણ રાશિ અનુસાર પહેરવામાં આવે છે? ધારણ કરવા પહેલા જાણી લો નિયમ
તમે ઘણીવાર લોકોના હાથ-પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. પ્રચલિત માન્યતાઓ અનુસાર, કાળો દોરો પહેરવાથી આપણું દુષ્ટ નજર અને ખરાબ શક્તિઓથી રક્ષણ થાય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે કાળો દોરો પહેરવો દરેક વ્યક્તિ માટે શુભ નથી. ઘણી વખત જાણ્યા વગર કાળો દોરો પહેરવાથી તેના ખરાબ પરિણામો પણ આવી શકે છે.
એટલા માટે કાળો દોરો પહેરતા પહેલા તેના વિશે સારી રીતે જાણી લેવું વધુ સારું છે. આજના યુગમાં લોકો ફેશન તરીકે હાથ કે પગમાં કાળો દોરો બાંધે છે, પરંતુ વિચાર્યા વગર કાળો દોરો પહેરવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કઈ રાશિના લોકોએ કાળો દોરો ન પહેરવો જોઈએ
વૈદિક જ્યોતિષમાં એવું કહેવાયુ છે કે વૃશ્ચિક અને મેષ રાશિવાળા લોકોએ કાળો દોરો ન પહેરવો આ એટલા માટે કારણ કે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ માનવામાં આવે છે અને મંગળને કાળો રંગ પસંદ નથી, તે લાલ રંગનું પ્રતિનિધિત્વ કરે છે. મેષનો સ્વામી મંગળ પણ માનવામાં આવે છે. એટલા માટે જો આ રાશિના લોકો વિચાર્યા વગર કાળો દોરો પહેરે છે, તો બની શકે છે કે તેમને ભવિષ્યમાં તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે.
ઉલ્લેખનીય છે કે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે રાશિઓમાં શનિની સ્થિતિ મજબૂત હોય અથવા તો શનિને જે રાશિઓનો સ્વામી માનવામાં આવે તે બધા કાળો દોરો પહેરી શકે છે. પણ કાળો દોરો પહેરવા માટે કેટલાક નિયમો પણ છે. જો આ નિયમોનું પાલન કરીને કાળો દોરો પહેરવામાં આવે તો તેનાથી ફાયદો થઈ શકે છે.
કાળો દોરો પહેરવાના નિયમો
કાળો રંગ શનિદેવનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે શનિવારને કાળો દોરો પહેરવાનો શુભ દિવસ માનવામાં આવે છે. આ ઉપરાંત હાથમાં કાળો દોરો પહેરતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે તમે જે હાથમાં કાળો દોરો બાંધી રહ્યા છો તે હાથમાં કોઈ બીજો રંગીન દોરો ન બાંધવો. તમારા હાથમાં કાળો દોરો બાંધવા સિવાય તમે તેને ઘરના મુખ્ય દરવાજા પર પણ લીંબુથી લટકાવી શકો છો.