એરપોર્ટ પર કસ્ટમ અધિકારીએ એક વ્યક્તિને પકડ્યો કાળા રંગના ઈંડા સાથે, તપાસ કરી તો અધિકારીઓન હોશ પણ ઉડી ગયા.. કિંમત હતી લાખોમાં.. જુઓ

શું તમે ક્યારેય જોયા છે કાળા રંગના ઈંડા ? કિંમત જાણીને તમે પણ હક્કા બક્કા રહી જશો.. જાણો સમગ્ર મામલો

વિદેશથી ઘણા લોકો ગેકાયદેસરની વસ્તુઓ લઈને ભારતમાં પ્રવેશતા હોય છે. ત્યારે ઘણા આવા દાણચોરોને એરપોર્ટ પર ઝડપી પણ લેવામાં આવતા હોય છે અને ત્યારે તે લોકો વસ્તુઓ લાવવા માટે એવા એવા જુગાડ કરતા હોય છે કે તે જોઈને અધિકારીઓનું માથું પણ ચકરાઈ જાય, હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં અધિકારીઓને કાળા રંગના ઈંડા મળ્યા.

અત્યાર સુધી તમે તમારા ઘરની અંદર કે બજારમાં સફેદ અથવા તો બ્રાઉન રંગના ઈંડા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કાળા રંગના ઈંડા જોયા છે ? કોચીના કસ્ટમ વિભાગે આવા કાળા રંગના ઈંડા પકડ્યા હતા, જેની કિંમત લાખોમાં છે. તે ભલે કાળા રંગના દેખાતા હોય પરંતુ તેને ખાસ સંયોજન દ્વારા સોનાથી ભરવામાં આવ્યા છે.

આ રીતે ચાર કાળા ઈંડા શારજાહથી કેરળના કોચી લાવવામાં આવી રહ્યા હતા, જેને કસ્ટમ વિભાગ દ્વારા એરપોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યા છે. રવિવારે કોચી કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ શારજાહથી આવી રહેલા એક મુસાફર પાસેથી આવા ઈંડા મળ્યા. AIUએ કહ્યું, “4 કાળા ઈંડા જેવા સોનાના સંયોજનનું વજન 900.25 ગ્રામ છે. તેની કિંમત લગભગ 43 લાખ રૂપિયા છે.”

રવિવારે શારજાહથી આવી રહેલી ફ્લાઈટ G9 426માં કસ્ટમ અધિકારીઓએ કોચી એરપોર્ટની ગ્રીન ચેનલમાં હુસૈન નામના વ્યક્તિની અટકાયત કરી હતી. તેની પાસેથી સોનું મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુસૈન કેરળના પલક્કડનો રહેવાસી છે. જો કે શારજાહમાંથી સોનાની દાણચોરીના કેસમાં તે કોઈ ગેંગ સાથે જોડાયેલો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

Niraj Patel