રામ મંદિરના ગર્ભગૃહમાં જોવા મળ્યું અદભૂત દ્રશ્ય, લોકોએ કહ્યુ- ‘ચમત્કાર’, તમે પણ હાથ જોડી દેશો, કોમેન્ટમાં વીડિયો છે
Bird Reached Ram Temple : જ્યારથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારથી આખો દેશ રામભક્તિમાં લિન થઇ ગયેલો જોવા મળે છે. રોજ હજારો શ્રદ્ધાળુઓ અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને રામ લલ્લાના દરબારમાં માણસો ઉપરાંત પશુ-પક્ષીઓ પણ હાજરી આપે છે. થોડા દિવસો પહેલા રામલલાના મંદિરમાં એક વાંદરો જોવા મળ્યો હતો. હવે મંદિરની આસપાસ એક પક્ષી ઉડતું જોવા મળ્યું છે. આનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
રામ દરબારમાં ગરુડ :
આ પક્ષી બીજું કોઈ નહીં પણ ગરુડ છે જે શ્રી રામની જન્મભૂમિમાં બેઠેલા બાળ રામના દરબારમાં પરિક્રમા કરતું જોવા મળ્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને ભારે ઉત્સુકતા સાથે જોવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ ઘટના એક અઠવાડિયા પહેલા બની હતી, જ્યારે બપોરે એક પક્ષી (બાજ) અચાનક ગર્ભગૃહની ઉપર મંડરાતું દેખાયું હતું. જેના કારણે સુરક્ષાકર્મીઓમાં પણ નાશભાગ મચી ગઈ હતી.
સુરક્ષા કર્મીઓ હેરાન :
એવી આશંકા હતી કે કોઈએ તેમાં ચિપ લગાડીને મોકલ્યું હોઈ શકે છે. જેના કારણે સુરક્ષાકર્મીઓ કલાકો સુધી પક્ષીને બહાર કાઢવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. પરંતુ એ આશંકા પાયાવિહોણી સાબિત થઈ જ્યારે પક્ષી મોડી રાત્રે પોતાની જાતે બહાર નીકળી ગયું. આ વાયરલ વીડિયોની તપાસ દરમિયાન રામ મંદિરના સહાયક પૂજારી સંતોષ કુમાર તિવારીએ જણાવ્યું કે તે ગરુણ દેવની જ પ્રજાતિનું ગરુડ પક્ષી હતું. એવું કહેવામાં આવ્યું હતું કે તે ઉત્તર દ્વારથી મંદિરમાં પ્રવેશી, પહેલા ગુડી મંડપની આસપાસ પરિક્રમા કરી અને પછી સીધા ગર્ભગૃહમાં પ્રવેશ્યું.
પોતાની જાતે બહાર નીકળ્યું :
જણાવવામાં આવ્યું કે તે અંદર પ્રવેશતાની સાથે જ CRPF જવાન ગભરાઈ ગયા. તેણે સૌથી વધુ વીડિયો બનાવ્યા. આ સમય દરમિયાન મંદિરમાં હાજર અન્ય લોકોએ પણ પક્ષી ફરતા હોવાનો વીડિયો બનાવ્યો હતો. સુરક્ષા દળોએ આ પક્ષીને હટાવવા માટે ઘણી મહેનત કરી પરંતુ તે ઉપર બેઠું રહ્યું. એવું કહેવામાં આવ્યું હતું કે રાત્રે શયન આરતી પછી, તે મંદિરના દરવાજા બંધ થાય તે પહેલાં જ સ્વયંભૂ બહાર નીકળી ગયું હતું.
View this post on Instagram