‘પક્ષી કે પ્લેન’: 239 કલાક ઉડીને 13000 કિમીનું અંતર કાપ્યું આ પક્ષીએ, લોકોએ કહ્યું, WOW!

આ પક્ષીનું પરાક્રમ જોઈ લોકોએ કહ્યું, કોઈ આમને પણ મેડલ આપો ભાઈ!

પ્રકૃતિ ખૂબ જ સુંદર છે. એને સમજવી મનુષ્યના હાથમાં નથી. આ પૃથ્વી પર એવા ઘણા જીવો છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. તમામ જીવોની પોતપોતાની વિશિષ્ટતાઓ છે. સોશિયલ મીડિયા પર એક પક્ષીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. દરેક લોકો આ પક્ષી વિશે ચર્ચા કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પક્ષીએ 239 કલાકમાં 13000 કિમીનું અંતર કાપ્યું છે. કોઈને વિશ્વાસ નથી આવી રહ્યો, કે કોઈ પક્ષી આટલુ કેવી રીતે ઉડી શકે.

IFS ઓફિસર રમેશ પાંડેએ ટ્વીટ પર આ પોસ્ટ શેર કરી અને માહિતી આપી. તેમણે કહ્યું કે બાર-ટેઇલ ગોડવિટે(Bar-tailed Godwit ) આરામ કર્યા વિના 13000 કિમીની મુસાફરી કરી. તેને આ કરવામાં 239 કલાક લાગ્યા. આ સફર અલાસ્કાથી ઓસ્ટ્રેલિયાની હતી. આ પક્ષીએ રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી કોઈ પક્ષી આટલા અંતર સુધી સતત ઉડ્યું નથી.

આ પક્ષીની તસવીરો જ્યોફ વ્હાઇટ/એડ્રિયન રીજેને(Geoff White/Adrien Riegen) કેપ્ચર કરી છે. આ કુદરતનો નિયમ છે. આ પક્ષીના કારનામા પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. હાલમાં ચારે તરફ આ પક્ષીની ચર્ચા થઈ રહી છે.

હવે તેમને પણ મેડલ આપો, ભાઈ
આ પક્ષીનું આ પરાક્રમ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓનું કહેવુ છે કે હવે ભાઈ તેમને કોણ મેડલ આપશે.

પ્રકૃતિને કોઈ જાણી શકતું નથી
કુદરતના રહસ્યો ખૂબ ઊંડા છે, શું તમે જાણો છો કે પક્ષી આરામ કર્યા વિના એક સમયે આટલા કલાકો સુધી ઉડી શકે છે?

YC