આપણા દેશમાં જુગાડીયાઓની કોઈ કમી નથી, જુઓ આ ભાઈએ બાઈકની આગળ ફિટ કરી દીધું ટ્રેકટરનું ટાયર, રોડ પર જોતા જ લોકો બોલ્યા… આ શું બબાલ છે, જુઓ વીડિયો

આવું દિમાગ આ લોકો ક્યાંથી લાવતા હશે, જુઓ કેવી રીતે બાઇકના ટાયરની જગ્યાએ ફિટ કર્યું ટ્રેકટરનું ટાયર, રોડ પર નીકળતા જ મચી ગઈ ખલબલી… જુઓ વીડિયો

Bike Attached With Tractor Tyre : ભારતમાં જુગાડીઓની કોઈ કમી નથી, રોજ રોજ સોશિયલ મીડિયામાં જુગાડના એવા એવા વીડિયો જોવા મળતા હોય છે જેને જોઈને તમારા હોશ પણ ઉડી જાય. ખાસ કરીને ઘણા લોકો વાહનો સાથે એવા એવા એક્સ્પીરિમેન્ટ કરતા હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં એવો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો હક્કાબક્કા રહી ગયા. કારણ કે એકભાઈ દેશી જુગાડથી બાઇકમાં ટ્રેક્ટરનું ટાયર ફિટ કરી દીધું.

બાઇકમાં ફિટ કર્યું ટ્રેક્ટરનું ટાયર :

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક છોકરો બાઇક પર બેઠેલો જોવા મળે છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે બાઈક ફક્ત પાછળના વ્હીલ પર જ ચાલી રહી છે. કેમેરા એંગલ બદલવા પર સમજાય છે કે તેમાં ટ્રેક્ટરનું વ્હીલ ફીટ કરવામાં આવ્યું છે. બાઇકનું આગળનું ટાયર કાઢીને લોખંડના લાંબા સળિયા સાથે જોડવામાં આવ્યું છે. તેમજ ટાયરની ઉપર બેસવા માટે પ્લેટ પણ ફીટ બનાવવામાં આવી છે.

જુગાડ જોઈને લોકો રહી ગયા હેરાન :

આ જુગાડુ વાહનનો કોઈ જવાબ નથી. છોકરાઓ તેની સાથે પ્રવાસની મજા લેતા જોવા મળે છે. આ વીડિયોને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે અને ભારતીય દેશી જુગાડના વખાણ પણ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને થોડા સમયમાં જ હજારો લોકોએ જોઈ લીધો છે અને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે. આ વીડિયોને જોઈને લોકો પોતાના પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by gurleen kaur (@pb13_sangrur_walle)

લોકોએ વખાણ્યો ટેલેન્ટ :

ઘણા લોકોએ આ વીડિયોને જોઈને કહ્યું કે આ લોકોમાં ગજબનો ટેલેન્ટ છે, તો કોઈ એમ પણ કહી રહ્યું છે કે આ લોકો આવું દિમાગ ક્યાંથી લાવતા હશે ? જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈએ જુગાડમાંથી આવી ડિઝાઇન સાથેનું વાહન બનાવ્યું હોય. આ પહેલા ઘણા વાહનો જોવા મળ્યા છે. જેમાં લોકો અજબ ગજબનો જુગાડ કર્યો હોય.

Niraj Patel