“તારક મહેતા”ના આ કલાકાર છે અસલ જીવનમાં ભાઇ, જાણો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના આ દિગ્ગજ સિતારાઓ અસલ જીવનમાં છે ભાઇ, જુઓ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. ટપ્પુ સેનાને લોકો વધારે પસંદ કરે છે અને તેમાં પણ ટપ્પુની શેતાનીઓ તો બધાને ગમે છે.

શોમાં સમજદારી અને શરારતો બંને ઘણીવાર લોકોનું મન મોહી લે છે. પરંતુ શું તમે જાણો છે કે ટપ્પુ સેનામાં એવા બે પાત્રો છે જે અસલ જીવનમાં ભાઇ છે.

વર્ષ 2008થી લઇને વર્ષ 2017 સુધી ટીપેન્દ્ર જેઠાલાલ ગડા એટલે કે ટપ્પુનું પાત્ર નિભાવનાર ભવ્ય ગાંધી અને રોશન સિંહ સોઢીના દીકરાનો રોલ પ્લે કરનાર ગોગી ઉર્ફે સમય શાહ અસલ જીવનમાં ભાઇ છે.

ભવ્ય ગાંધીનો જન્મ એક ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતા વિનોદ ગાંધી એક બિઝનેસમેન હતા. ત્યાં તેમની માતા યશોધા ગાંધી એક હાઉસવાઇફ છે. તારક મહેતા શોમાં ગોગીનું પાત્ર નિભાવનાર સમય શાહ અને ભવ્ય ગાંધી કઝિન ભાઇ છે. સમય શાહ ભવ્ય ગાંધીની માસીનો દીકરો છે.

ટીવી ધારાવાહિક ઉપરાંત ભવ્ય ગાંધીએ કેટલીક ગુુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. બોલિવુડમાં તેણે તેના કરિયરની શરૂઆત વર્ષ 2010માં ફિલ્મ “સ્ટ્રાઇકર”થી કરી હતી. ભવ્ય ગાંધી અને સમય શાહ બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. બંનેના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે. બંને વચ્ચે બોન્ડિંગ કમાલની છે.

ભવ્ય ગાંધીએ વર્ષ 2017માં તારક મહેતા શો છોડી દીધો હતો. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ તેમના પર અનપ્રોફેશનલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઇએ કે, ભવ્ય ગાંધીના પિતાની આ વર્ષે કોરોનાને કારણે મોત થઇ ગઇ.

Shah Jina