ભારતી સિંહ અને હર્ષએ બતાવી પોતાના લાડલાની પહેલી ઝલક, જોઈને ચાહકોએ કહ્યું, “મમ્મી કરતા તો પપ્પાને”… જુઓ

ભારતીએ પતિ અને ગોલા સાથે શેર કરી ખુબ જ પ્રેમાળ તસવીર, દીકરાને ખોળામાં લઈને એકી ટશે નિહાળતા રહ્યા મમ્મી પપ્પા

ટીવી જગતમાં કોમેડિયન ભારતી સિંહનું ખુબ જ મોટું નામ છે, થોડા સમય પહેલા જ તે માતા બની છે અને સોશિયલ મીડિયામાં પણ તે તેના પતિ હર્ષ લીમ્બાચીયા સાથેના ઘણા બધા વીડિયો પણ શેર  કરતી રહે છે. પોતાની પ્રેગ્નેન્સીમાં પણ ભારતીએ ઘણા બધા વીડિયો અને તસવીરો શેર કરી હતી, ભારતીએ દીકરાને જન્મ આપ્યો છે અને હજુ સુધી તેને દીકરાનો ચહેરો ચાહકોને બતાવ્યો નથી, પરંતુ હાલમાં જ તેને અને પતિ હર્ષે ચાહકો સમક્ષ દીકરાની ઝલક બતાવી છે.

પોતાની કોમેડી દ્વારા બધાને હસાવનાર અભિનેત્રીએ તેના ચાહકોને હાલમાં જ એક શાનદાર ભેટ આપી છે. તેણે પોતાના બાળકની પહેલી ઝલક બતાવી છે. ભારતી અને હર્ષે તેમના ગોલાની તસવીર શેર કરી છે. જેને જોઈને ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. હાલમાં જ વેકેશન પરથી પરત ફરેલા ભારતી સિંહ અને હર્ષે પોતાના પુત્રની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તસવીરમાં ભારતી સિંહ તેના પુત્ર સાથે તેના ખોળામાં પોઝ આપતી જોવા મળી રહી છે. તે જ સમયે હર્ષ તેના પુત્રને જોઈને હસતો જોવા મળ્યો હતો. આ ફોટો શેર કરતા હર્ષ લિમ્બાચ્યાએ લખ્યું, ‘ફેમિલી…’ આ ફોટો જોઈને સેલેબ્સ પણ ઘણો પ્રેમ આપી રહ્યા છે. સિંગર સલમાન અલીએ લખ્યું, ‘માશા અલ્લાહ કોઈની નજર ના લાગે. તો  કરણવીર બોહરાએ લખ્યું, ‘બહુ જ સરસ મિત્ર’.

આ ઉપરાંત ચાહકો પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું, “ગોલાને પપ્પામાં વધારે રસ છે’. ફોટો જોયા પછી એકે ખૂબ જ ફની પ્રતિક્રિયા આપી. તેણે લખ્યું, ‘ગોલા ગોલી ઔર થેલે વાલા.’ આ સિવાય ચાહકો સ્વીટ ફેમિલી, હેપ્પી ફેમિલી કોમેન્ટ કરતી વખતે હાર્ટ ઈમોજી શેર કરી રહ્યા છે.

ભારતી સિંહ અને હર્ષ તેમના બાળકને પ્રેમથી ગોલા કહે છે. ફોટામાં તેનો દીકરો ખરેખર ગોલુમોલુ જેવો દેખાય છે. જોકે આ ફોટામાં ગોલાનો ચહેરો દેખાતો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલે તેમના પુત્રનું નામ ‘લક્ષ’ રાખ્યું છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતી સિંહ ગોવામાં રજાઓ ગાળ્યા બાદ પરિવાર સાથે પરત ફરી છે. તેણી તેના પુત્રને પ્રથમ વખત તે સ્થળે લઈ ગઈ જ્યાં તેઓના લગ્ન થયા હતા. વેકેશનનો વીડિયો તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે.

Niraj Patel