ખુશખબરી: કોમેડિયન ભારતી સિંહે આપ્યો બાળકને જન્મ, જુઓ છોકરો આવ્યો કે છોકરી

આજે ટીવીના ખુબ જ ફેમસ કપલ હર્ષ લિંબાચિયા અને ભારતી સિંહના ઘરે નાનકડા મહેમાનનો કિલ્લોલ શરુ થઇ ગયો છે. જો કે, ભારતી સિંહ પ્રેગ્નન્સી દરમિયાન પણ કામ કરતી રહી અને હજી પણ તે શૂટ પર દરરોજ જાય છે. તે સતત વ્યસ્ત રહી છે.

આ કોમેડિયનની ડિલિવરી મુંબઈના ફેમસ ડોક્ટર પારસી પાસે થઇ છે. ડોક્ટર પારસી અનેક બૉલીવુડ સિતારાઓની ડિલિવરી કરાવી ચૂક્યા છે અને પાછલા 6 મહિનાથી ભારતી રેગ્યુલર તેમની પાસે ચેકઅપ કરાવે છે. આ દરમિયાન ભારતીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ટીવી શૉ ખતરા ખતરાના સેટ પર જણાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારતી સિંહની હસબન્ડ હર્ષ લિંબાચિયા હવે ખતરા ખતરાનું શૂટિંગ નથી કરતો, તે પોતાનો મોટા ભાગનો ટાઈમ પત્નીની દેખરેખ પાછળ આપવા માંગે છે. ભારતીનું ધ્યાન રાખવા માટે એક ટ્રેઈન્ડ આયાને રાખવામાં આવ્યા છે. કોમેડિયનની ડિલિવરી ડેટ એક અઠવાડિયા પહેલાની હતી, પરંતુ તે થોડીક લેટ થઈ ગઈ હતી. ભારતી સિંહે ફર્સ્ટ બેબીને જન્મ આપ્યો છે અને તે બેબી બોય છે.

ભારતીના ઘરે નાનું મહેમાન આવતા જ બધા ઘણા ખુશ છે. તમને જણાવી દઈએ કે ભારતી અને હર્ષે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ મુલાકાત કોમેડી સર્કસમાં થઈ હતી. હર્ષ ત્યારે શૉનો સ્ક્રિપ્ટ રાઈટર હતો. હવે તે લેખક છે અને એન્કર બની ગયો છે. કોમેડીયાને ગર્ભવતી હતી તે સમયે મીડિયામાં વાતચીત કરતા કહ્યું હતું કે તે ક્યૂટ દીકરીને જન્મ આપવા માંગે છે. ભારતીની આ ખ્વાહિશ અધૂરી રહી ગઈ.

આપણે કોમેડી કિંગ વિષે તો સાંભળ્યું હશે પરંતુ કોમેડી કિવન  ભારતીસિંહ છે. હવે તો ભારતીસિંહને ટીવી સ્ક્રીન પર આવતા જ દર્શકો ખીલખીલાટ હસવા લાગે છે. ભારતીસિંહે કોમેડિયન હોવાની સાથે-સાથે ડાન્સ અને હોસ્ટીંગમાં પણ પોતાનું નામ કમાયું છે.

લાફ્ટર કિવન ના નામથી જાણીતી ભારતી આજે જાણીતું નામ છે. ભારતી તેની કોમિક ટાઈમિંગથી બધાના દિલમાં છાપ છોડી ચુકી છે. ક્યારકે 2 સમયનું જમવાનું પણ નસીબમાં ના હતું આજે કરોડો રૂપિયાની આવક કરે છે. કમાણી મામલે ભારતીસિંહ 2019ની ફોર્બ્સ યાદીમાં દુનિયાની સૌથી અમીર સેલિબ્રિટીમાં 82 નંબર પર હતી. 2019માં ભરતીની કમાણી 11 કરોડ રૂપિયા હતી તો વર્ષ 2018માં ભારતીની કમાણી 14 કરોડ રૂપિયા હતી.

બ્રાન્ડેડ કપડાથી લઈને ઈનહેલર, કોસ્મેટિક બ્રાન્ડ્સ, ઓનલાઇન ગેમ એપ્લીકેશન સુધી ભારતી અનેક બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે. જેમાંથી તે વાર્ષિક આશરે બે કરોડ રૂપિયા કમાય છે. રિપોર્ટ્સ મુજબ ભારતી 15થી 18 બ્રાન્ડને પ્રમોટ કરે છે. ઘણી બ્રાન્ડ્સ ભારતીસિંહને મફતમાં પ્રોડક્ટ  આપે છે. ભારતી એક એપિસોડ માટે 25થી 30 લાખ રૂપિયા લે છે. જયારે લાઈવ ઇવેન્ટ માટે 15 લાખ રૂપિયા લે છે. આ સિવાય ભારતીની વર્ષની કમાણી 8 કરોડ રૂપિયા છે.

આજે ભારતીના લાખો ચાહનારાઓ છે. ભારતીને આ લોકપ્રિયતા અને સફળતા સુધી પહોંચવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. 3 જુલાઈ 1984 ના રોજ જન્મેલી ભારતી એક સામાન્ય પંજાબી પરિવારમાંથી આવે છે. આજે કરોડોની માલકીન ભારતીના એક સમયના દિવસો એવા પણ હતા કે ઘણીવાર ભૂખ્યા પણ સૂવું પડ્યું હતું. નાની ઉંમરે પિતાનું નિધન થઇ જતા બાળકોની જવાબદારી માતા પર આવી ગઈ હતી. તે સમયે ભારતીનો પરિવાર પાઈ પાઈનો મોહતાજ હતો અને ખાવા  માટે પણ પૈસા ન હતા. આજે એન્ગલમાં ફસાયેલી ભારતીના સંઘર્ષના દિવસો વિશે તમને જણાવીશું.

Image Sourceએક ઇન્ટરવ્યૂમાં ભારતીએ કહ્યું હતું કે,”હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને અમે ત્રણ ભાઈ બહેનો છીએ. હું જયારે બે વર્ષની હતી ત્યારે પિતાનું નિધન થઇ ગયું હતું અને માએ બીજા લગ્ન કરવાને બદલે અમે ત્રણ ભાઈ- બહેનો માટે સંઘર્ષ કરવાનો રસ્તો પસંદ કર્યો. અમારું મોટાભાગનું બાળપણ ગરીબીમાજ વીત્યું હતું. ઘણીવાર અમારે અળધા ભુખ્યા પેટે પણ સુઈ જવું પડતું હતું”.

ભારતી જ્યારે પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેનો મોટા શરીરને લીધે ખુબ મજાક બનાવવામા આવતો હતો અને તેને લીધે તે પુરી રાત રડ્યા કરતી હતી. પણ ભારતીએ આ જ વસ્તુને પોતાનો હથિયાર બનાવી લીધો અને કોમેડી જગતમાં કોમેડી ક્વિન બની ગઈ.

ભારતીએ કહ્યું હતું કે એક સમય એવો પણ હતો કે જ્યારે તેની પાસે કોલેજની ફી ભરવાના પણ પૈસા ન હતા જો કે પંજાબ માટે માટે તેણે ઘણા મેડલ જીત્યા હતા, જેને લીધે તેનું શિક્ષણ ફ્રી થઇ ગયું હતું. ભારતી પિસ્ટલ શૂટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ પણ છે.

ટેલિવિઝનની જાણીતી હસ્તી ગણાતી ભારતી સિંહ, જે ટેલિવિઝન પર ધ કપિલ શર્મા શો અને ખતરા ખતરા ખતરામાં પોતાના કોમિક ટાઈમિંગ માટે લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેને થોડાક ટાઈમ પહેલા એક નવી બ્લેક BMW X7 ખરીદી છે. ભારતી સિંહ પાસે પહેલેથી જ બે લક્ઝુરિયસ કાર હતી જ અને હવે તેને તાજેતરમાં જ તેને નવી બ્લેક BMW X7 ખરીદી અને પછી તે કપિલ શર્મા શોના સેટ પર ખૂબ જ સ્ટાઈલથી આવી હતી. તેને પોતાની નવી કારની કેટલીક તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં પોસ્ટ કરી હતી.

આ કારની એક્સ શોરૂમ કિંમત 99 લાખ રૂપિયાની આસપાસ છે. અહીં નોંધનીય છે કે ટેલિવિઝન પર ભારતી સિંહને એક ટોપની કોમેડિયન માનવામાં આવે છે. તેની બધી જ સ્ક્રિપ્ટ તેનો પતિ હર્ષ લિંબાચિયા લખે છે અને ખતરા ખતરા ખતરામાં પતિ પત્ની બંને સાથે જોવા મળે છે. ભારતી સિંહ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે નિયમિતપણે પોસ્ટ શેર કરતી રહે છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ભારતી છેલ્લા ઘણા વર્ષોથી લોકપ્રિય છે.

YC