ગર્લફ્રેન્ડ કરતા મમ્મી વધારે સુંદર અને હોટ લાગતા બોયફ્રેન્ડે નજર બગાડી, ન થવાનું થઇ ગયું

મા-દીકરીનો સંબંધ દુનિયામાં સૌથી નજીક માનવામાં આવે છે, માતા કોઇ પણ ભોગે તેમની દીકરીની ખુશીઓની દુઆ માંગે છે. કદાચ જ એવી કોઇ માતા હશે જે ઇચ્છશે કે તેમને કારણે દીકરીના જીવનમાં અડચણ આવે. પરંતુ ટિકટોક સ્ટાર અલીસા કિંબરે લોકોને જણાવ્યુ કે, તેની લવ લાઇફ તેની માતાને કારણે ખરાબ થઇ રહી છે. 26 વર્ષિય અલીસાની માતા તેનાથી 20 વર્ષ મોટી છે. પરંતુ તેની માતાની ખૂબસુરતીને કારણે અલિસાનું બ્રેકઅપ થઇ જાય છે.(તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ-Alyssa Kimber)

અમેરિકાના ઉટાહની રહેવાસી ટિકટોક સ્ટારનું કહેવુ છે કે તેની માતા ઘણી જવાન દેખાય છે. જ્યારે પણ અલિસા તેના કોઈ બોયફ્રેન્ડ સાથે ઘરે આવે છે, ત્યારે તેનો બોયફ્રેન્ડ તેને છોડીને તેની માતા પર પાગલ થઇ જાય છે. તેના ઘણા બ્રેકઅપ થયા છે કારણ કે તે છોકરાઓનું દિલ તેના પરથી હટી તેની માતા પર આવી ગયું હતું. અએલિસા પોતે દેખાવમાં ખૂબ જ સુંદર છે,

પરંતુ તેની માતા ઉંમર પ્રમાણે ખૂબ જ યુવાન અને આકર્ષક લાગે છે. જેના કારણે છોકરાઓ તેના પાછળ પાગલ થઈ જાય છે. અલિસાએ તેના ફેસબુક પેજ પર પોતાનું દુઃખ શેર કર્યું હતું. તેણે લખ્યું કે ભગવાન આવી મુશ્કેલી કોઈને ન આપે. કોઈ પણ છોકરી એ સહન નહીં કરી શકે કે તેનો દરેક પ્રેમી તેને તેની માતાના કારણે છોડી દે. અલિસાને એક બહેન પણ છે. લોરેન પણ ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ જો બંનેની માતાની વાત કરીએ તો તે છોકરાઓમાં સૌથી વધુ ફેમસ છે.

અલિસાએ તેની માતા અને બહેન સાથે ઘણી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જેને જોઈને છોકરાઓએ તેની માતાની સૌથી વધુ પ્રશંસા કરે છે. અલિસાએ સોશિયલ મીડિયા પર લોકોને કહ્યું હતું કે તેની માતા કરતાં ઉંમરમાં મોટી દેખાવું એ દુનિયાની સૌથી ખરાબ બાબત છે. જે કોઈ પણ અલિસાને તેની માતા સાથે જુએ છે તે તેને તેની નાની બહેન સમજે છે. અલીસા વ્યવસાયે ફેશન ડિઝાઇનર પણ છે. તે તેના ડિઝાઈન કરેલા કપડા સાથે ફોટા શેર કરતી રહે છે.

પરંતુ જ્યારે તેની માતા તેના આઉટફિટને પ્રોત્સાહન આપે છે, ત્યારે તેનું વેચાણ વધે છે. અલિસાની કહાની પર લોકોએ ઘણી કમેન્ટ કરી હતી. એક વ્યક્તિએ લખ્યું કે આ હોટ માતા બનવાનું પરિણામ છે. યુએસ ટિકટોક સ્ટાર અને ફેશન-લાઇફસ્ટાઇલ ઇન્ફલુએન્સરનો ટિકટોક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

Shah Jina