લાલબત્તી સમાન કિસ્સો ! નવસારીના જલાલપોરમાં નહાતી યુવતીનો બહેનપણીએ ઉતાર્યો વીડિયો અને પછી કર્યુ એવું કે…

ચેતી જજો આવી લુચી બહેનપણીઓથી, નવસારીમાં બંનેએ એક જ બાથરૂમમાં સાથે નહાવાનું નક્કી કર્યું પછી કપડાં ઉતારીને નહાતી હતી ત્યાં જ…જાણો સમગ્ર મામલો

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત સામે આવી રહી છે. ઘણા સમયથી તો યુવતિઓની પ્રેમ સંબંધમાં હત્યાના કિસ્સામાં વધારો થયો છે, તો ઘણીવાર માનસિક ત્રાસને કારણે મહિલાઓ આપગાત જેવું પગલુ પણ ભરી લેતી હોય છે. પરંતુ હાલ જે કિસ્સો નવસારીના જલાલપોરમાંથી સામે આવ્યો છે, તે ખૂબ જ ચોંકાવનારો છે. જલાલપોરના એક ગામમાં પતિથી અલગ રહેતી એક યુવતીનો નહાતો હોય તેવો વીડિયો તેની જ બહેનપણીએ શૂટ કર્યો હતો અને તે બાદ આ વીડિયો તેની બહેનપણીએ તેના પૂર્વ પ્રેમીને મોકલ્યો હતો. ત્યારે બહેનપણીના પૂર્વ પ્રેમીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

આ બાબતને લઇને યુવતિએ તેની બહેનપણી અને તેના પૂર્વ પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ પોલિસે એક્શન લઇ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ઘટનાની વિગત જોઇએ તો, જલાલપોરના એક ગામમાં બે યુવતિ સાથે આરોપી બહેનપણીને સારો સંબંધ હતો, બંને એકબીજા પર વિશ્વાસ કરતી હતી. ત્યારે એક દિવસ બંનેને કોઈ કામથી ઉતાવળમાં બહાર જવાનું હતું અને જેના કારણે બંનેએ એક જ બાથરૂમમાં સાથે નહાવાનું નક્કી કર્યું હતું.આ દરમિયાન જયારે પીડિતા ન્હાતી હતી ત્યારે તેની બહેનપણીએ છુપાઇને તેનો કપડા વગરની અવસ્થાનો વીડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો.

જે બાદ આ જ વીડિયો તેણે પોતાના પૂર્વ પ્રેમીને મોકલ્યો હતો અને તેણે ગામમાં બીજાને આ વીડિયો મોકલ્યો હતો. જે બાદ પીડિતાને આ બાબતે જાણ થઇ હતી અને તેણે જલાલપોર પોલીસ મથકમાં મિત્ર યુવતી અને તેના પૂર્વ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના એક વર્ષ પહેલાં બની હતી. જોકે  છેલ્લા 3 માસ અગાઉ સોશિયલ મીડિયા મારફતે ગામમાં આ આપત્તિજનક વીડિયો વાયરલ થયો હતો.

જણાવી દઇએ કે, પીડિત યુવતિના લગ્ન વર્ષ 2015માં થયા હતા અને પતિ સાથે મેળ ન આવતા તે છેલ્લા ચારેક વર્ષથી પિયરમાં રહેતી હતી. ત્યારે લગભગ એકાદ વર્ષ પહેલા જ તેની બહેનપણીએ આવી ગંદી હરકત કરી હતી. હાલ તો આ મામલે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે. આરોપી પૂર્વ પ્રેમી મિત્તલ ઓખા ખાતે બોટમાં નોકરી કરે છે. પોલીસે હાલ આ બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે તેમજ રૂપાલીના પૂર્વ પ્રેમીએ આ વીડિયો ગામના અન્ય કોને કોને સેન્ડ કર્યો છે તેની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે.

Shah Jina