હવામાં ઉછળીને આ ખેલાડીએ પકડી લીધો રોહિત શર્માનો કેચ, બની ગયો IPL 2024નો સૌથી બેસ્ટ કેચ, જુઓ વીડિયો

RCBના આ બોલરે પકડી લીધો રોહિત શર્માનો અસંભવ કેચ, જોઈને હિટમેનનું મોઢું પણ ખુલ્લું રહ્યું ગયું, વાયરલ થયો વીડિયો

Best catch of IPL 2024 : IPlનો માહોલ હાલ દેશ અને દુનિયાની અંદર છવાયો છે અને દરેક ટીમ પ્લે ઑમાં પહોંચવા માટે શાનદાર પ્રદર્શન પણ કરી રહી છે. પોતાની પહેલી 3 મેચ હારી ચુકેલી મુંબઈ ઇન્ડિયન્સ પણ છેલ્લી બે મેચથી શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી રહી છે. ત્યારે આ બધા વચ્ચે ચાલુ મેચમાં કેટલીક શાનદાર ઘટનાઓ પણ સામે આવતી હોય છે અને કેટલીક ફિલ્ડિંગ અને કેચના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

IPL 2024 ની 25મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ શાનદાર પ્રદર્શન કર્યું અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 7 વિકેટે હરાવ્યું. આ જીત બાદ મુંબઈના ચાહકોના ચહેરા પર ચમક આવી ગઈ. RCBના લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા-ઈશાન કિશને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ પછી સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી, જે બાદ 15.3 ઓવરમાં જીત હાંસલ કરી હતી.

આ દરમિયાન આરસીબીના ફાસ્ટ બોલર રીસ ટોપલેએ રોહિત શર્માનો શાનદાર કેચ લઈને બધાને ચોંકાવી દીધા છે. આ અદ્ભુત કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. કારણ કે તે સમયે રોહિત શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. તેણે 23 બોલમાં 38 રન બનાવ્યા હતા. વિલ જેક્સ 9મી ઓવર ફેંકી રહ્યો હતો. આ ઓવરના 5માં બોલ પર રોહિત શર્મા બોલને લેગ સાઇડમાં લઈને બાઉન્ડ્રી લાઇન તરફ લઈ જવા માંગતો હતો, પરંતુ ટોપલેએ તેને હવામાં ઉડીને કેચ કરી લીધો હતો.

આ રીતે રોહિત શર્મા 38 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્માએ આ શોટ રમવા માટે ખૂબ જ સારી કોશિશ કરી હતી, પરંતુ તેને ક્યાં ખબર હતી કે ત્યાં ઊભેલો ફિલ્ડર અણધારી ઘટનાને ઘટનામાં ફેરવી દેશે. ત્યારે આ કેચનો વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે અને દર્શકો પણ ખેલાડીની પ્રસંશા કરી રહ્યા છે. સાથે જ આ કેચ આઇપીએલ 2024નો સૌથી શ્રેષ્ઠ કેચ પણ બની ગયો છે.

Niraj Patel