શિયાળામાં ઔષધિ બની જાય છે આ ધાન, રોજ ખાવાથી ગેસ અને કબીજીયાત તો ભાગશે તમારાથી દૂર, જુઓ બીજા પણ ફાયદા

Benefits of eating millet in winter : શિયાળો આવતાની સાથે જ લોકો ખાણીપીણીની બાબતમાં ખુબ જ સચેત થઇ જાય છે અને ખાસ કરીને લોકો આ સમય દરમિયાન હેલ્દી ફૂડ વધારે ખાતા હોય છે જેના કારણે તમેનું શરીર આખા વર્ષ દરમિયાન કસાયેલું રહે. શિયાળામાં તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે તમારા શરીર માટે ફાયદાકારક હોય. જેમાં ફાઈબર વધુ હોય છે અને જે શરીરને ગરમ રાખે છે. બાજરી એક એવો ખોરાક છે, જે પચવામાં ખૂબ જ સરળ છે પરંતુ તેના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે.

આ તકલીફમાં કરે છે મદદ :

બાજરીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ટ્રિપ્ટોફેન, ફોસ્ફરસ, ફાઈબર, વિટામિન બી અને ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. ઉપરાંત, બાજરી એક ગરમ અનાજ છે જે ઠંડીમાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઈબર હોય છે જે પાચનમાં ફાયદાકારક હોય છે, જે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે અને હ્રદય રોગના જોખમને અટકાવે છે. તે હાઈ બ્લડ પ્રેશર અને અસ્થમા જેવા રોગો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. લીવરની સુરક્ષા માટે પણ તેનો ઉપયોગ ખૂબ જ સારો માનવામાં આવે છે. બાજરીમાં એટલું આયર્ન હોય છે કે એનિમિયાને કારણે થતી બીમારીઓ થતી નથી.

ડાયાબિટીઝમાં ફાયદાકારક :

શુગરની સમસ્યાથી પરેશાન લોકોએ પોતાના આહારમાં બાજરીનો સમાવેશ કરવો જોઈએ. આમ કરવાથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. બજાર શરીરમાં ઊર્જા જાળવી રાખે છે. આ ઊર્જા ખૂબ જ સારો સ્ત્રોત છે. જે લોકો વધતા વજનથી પરેશાન છે અને વજન ઓછું કરવા માંગે છે, તેમણે પણ પોતાના આહારમાં બાજરીનો સમાવેશ કરવો જોઈએ. ફાઈબરની માત્રા વધારે હોવાને કારણે તમને જલ્દી ભૂખ નથી લાગતી.

ગુલેટન ફ્રી :

બાજરીમાં ગ્લુટેન જોવા મળતું નથી. ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય યુક્ત ખોરાક પચાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. પણ તમે બજારાને સરળતાથી પચાવી શકો છો. બાજરો ખાવાથી કબજિયાત થતી નથી.

હાર્ટ માટે ફાયદાકારક :

સ્વસ્થ હૃદય માટે, બાજરો કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. આ સિવાય તે મેગ્નેશિયમ અને પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

કેલ્શિયમથી ભરપૂર :

બાજરીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, અને તમે તેનો ઉપયોગ કોઈપણ કેલ્શિયમ વિકલ્પની જગ્યાએ કરી શકો છો. આ દિવસોમાં સાંધાની સમસ્યાઓ અને ઓસ્ટિયોપોરોસિસમાં તે ખૂબ જ ફાયદાકારક છે.

Niraj Patel