ઠંડીની મોસમમાં ખજૂર ખાવાના આ ફાયદા જાણી ને તમે પણ 2 પેટી મંગાવશો

ઠંડીમાં જરૂર ખાઓ ખજૂર, ઘૂંટણના દર્દથી લઇને કબજિયાતની સમસ્યા થશે દૂર

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Dates Benefits: શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે મોસમી રોગોથી સુરક્ષિત રહી શકાય. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેના હીટિંગ નેચરને કારણે તે શરીરને ગરમ રાખવામાં પણ મદદરૂપ છે. શિયાળામાં ખજૂર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, મિનરલ્સ, ફોસ્ફરસ, એમિનો એસિડ જેવા પોષક તત્વો હોય છે.

ઠંડીની મોસમમાં ખજૂર ખાવાના ફાયદા

શિયાળામાં ખજૂર ખાવાથી શરદી અને ઉધરસમાં પણ રાહત મળે છે. આમ તો શિયાળામાં શરદી અને ઉધરસ થવી સામાન્ય વાત છે, પણ જો દરરોજ 2-3 ખજૂર દૂધમાં મિક્ષ કરીને પીવામાં આવે તો શરદી અને ખાસીમાંથી રાહત મળે છે. ખજૂરના સેવનથી હિમોગ્લોબિનનું સ્તર પણ સરળતાથી વધી જાય છે. ડોકટરો એવા લોકોને ખજૂર ખાવાની સલાહ આપે છે જેનું હિમોગ્લોબીન ઓછું હોય છે. ખજૂરનું સેવન કરવાથી ત્વરિત શક્તિ મળે છે. કેટલાક લોકો વારંવાર નબળાઈની ફરિયાદ કરે છે, તેઓએ દરરોજ ઓછામાં ઓછી 3-4 ખજૂર ખાવી જોઈએ.

કોલેસ્ટ્રોલથી લઇને બ્લડ પ્રેશરના દર્દી માટે વરદાન

ખજૂરનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સ્વસ્થ રહે છે. લોકો વારંવાર કબજિયાતની ફરિયાદ કરે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળી આવે છે, જે કબજિયાત જેવી સમસ્યાને દૂર કરે છે અને પાચનને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત જો કોઈનું વજન વધતું ન હોય તો શિયાળામાં રોજ ખજૂર ખાવી જોઇએ. શિયાળામાં ઘૂંટણનો દુખાવાની સમસ્યા સામાન્ય વસ્તુ છે, ત્યારે જો દરરોજ ખજૂરનું સેવન કરવામાં આવે તો થોડો ફાયદો થઈ શકે છે. ખજૂરમાં કેલ્શિયમ, સેલેનિયમ, મેંગેનીઝ વગેરે પોષક તત્વો હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત ઠંડીની મોસમમાં ખજૂર સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે, ચાલો જાણીએ.

બેડ કોલેસ્ટ્રોલ : ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયના રોગોને ઉત્તેજિત કરે છે. ખજૂરમાં જોવા મળતા ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કામ કરે છે. જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમણે પોતાના ડાયટમાં ખજૂરને ચોક્કસથી સામેલ કરવી જોઈએ.

હાઇ બીપી : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ શિયાળામાં તેમના રોજિંદા આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ. ખજૂરમાં પોટેશિયમ અને સોડિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. આવા લોકોએ દરરોજ લગભગ ચાર ખજૂરનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસ : ડાયાબિટીસના દર્દીઓ માટે ખજૂર ઉત્તમ ગણાય છે. ખજૂરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે, જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ શુદ્ધ ખાંડથી દૂર રહેવું જોઈએ અને ખજૂરની સિઝન આવતા જ તેને ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.

એનિમિયા : એનિમિયા મટાડવામાં પણ ખજૂર અસરકારક માનવામાં આવે છે. એનિમિયામાં શરીરમાં લોહીની ઉણપ હોય છે. ખજૂર શરીરમાં આયર્નની ઉણપને પૂર્ણ કરે છે, જે શરીરમાં લોહી બનાવવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

સર્દી : ઠંડીની મોસમ આવતાની સાથે જ લોકોને શરદી અને ઉધરસની સમસ્યા થવા લાગે છે. શિયાળામાં ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને મોસમી રોગો દૂર રહે છે. તેથી, ખજૂરનો ઉપયોગ આયુર્વેદિક દવા અથવા ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ થાય છે. શિયાળાની ઋતુમાં તમારે દરરોજ લગભગ ચાર ખજૂર ખાવી જોઈએ. તમે ખજૂરને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો.

ખજૂરમાં જે ફાઇબર્સ રહેલા હોય છે, તે હૃદયને મજબૂત અને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. ખજૂરમાં પોટેશિયમ પણ હોય છે જે હાર્ટ એટેકનું જોખમ ઘણી હદ સુધી ટાળી શકે છે. આ ઉપરાંત સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાના ઘણા ફાયદા છે. જો કે, તેને બપોરના નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. શરુઆતમાં તો એક દિવસમાં રોજ માત્ર 2 ખજૂર ખાવી પૂરતી રહે છે, પણ બાદમાં તમે 4 ખજૂર સુધી ખાઈ શકો છો.

જે લોકો પણ ખજૂરનો સ્વાદ અને પોષણ બંને મેળવવા માંગતા હોય તેને આખી રાત એટલે કે 8-10 કલાક પલાળીને ખાવી સારુ કહેવાય છે. ખજૂર ખાવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બાળકના શરીરનું વજન ઓછું હોય તેમજ હિમોગ્લોબિન અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેમને દરરોજ ખજૂર આપવી જોઇએ.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina