આ 5 બીમારીઓને દૂર રાખે છે આ વસ્તુ, જરૂર ખાજો પછી જુઓ ચમત્કાર
સ્વાદમાં કડવા કારેલા ચપાતી સાથે ખાવામાં ઘણા જ સ્વાદિષ્ટ લાગે છે. કારેલાનુ શાક પોતાનામાં એક કળા છે. ખાસ વાત તો એ છે કે કારેલા જે પ્રકારે અને જે મસાલા સાથે બનાવવામાં આવે છે તેના અનુરૂપ તેનો સ્વાદ અને ગુણ ઘટી કે વધી જાય છે. કારેલા એક એવી શાકભાજી છે જેને પસંદ અને નાપસંદ કરનાર લોકોની સંખ્યા લગભગ બરાબર હશે.
આ વાત તો બધા જ જાણે છે કે પેટથી લઇને મગજ સુધી શરીરના બધા અંગને ફિટ રાખવામાં કારેલા મદદ કરે છે. અહીં સુધી કે દિલની ધડકનો માટે પણ તેનું સેવન લાભકારી છે.કારેલા એન્ટીબાયોટિક ગુણોથી ભરપૂર હોય છે. તેમાં વિટામીન સી અને વિટામીન એ હોય છે.
જો કોઇને જોઇન્ટ્સ પેઇનની સમસ્યા છે તો તેમને કારેલાનુ નિયમિત રૂપથી સેવન કરવું જોઇએ અને ખાસ તો ઘૂંટણના દર્દમાં તે રાહત આપવાનું કામ કરે છે. લકવા કે પેરાલિસિસમાં પણ કારેલા ઘણા કારગર ઉપાય છે. તેમાં કાચા કારેલા ખાવા રોગી માટે લાભદાયક હોય છે. કારેલાની પત્તિઓ કે ફળને પાણીમાં ઉકાળીને પીવાથી તેનું સેવન કરવાથી પ્રતિરોધક ક્ષમતા વધે છે અને કોઇ પણ પ્રકારે સંક્રમણ ઠીક થઇ જાય છે.
આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે જો તમારા પેટમાં ગરમી થવાની કે એસિડિટીની ફરિયાદ રહે છે અથવા તો કબજીયાતને કારણે મોંમા છાલાની સમસ્યા થઇ જાય છે, એવામાં જો પેટની ગરમીને શાંત અને કબ્જની સમસ્યાને શાંત કરવા તમે કારેલાનું સેવન કરશો તે મોંના છાલા ઠીક થઇ જશે.
પથરી રોગીઓને બે કારેલાનો રસ પીવાથી અને કારેલાનુ શાક ખાવાથી આરામ મળે છે. તેનાથી પથરી ધીરે ધીરે ગળીને બહાર નીકળી જાય છે. 20 ગ્રામ કારેલાના રસમાં મધ ભેળવી પીવાથી કે પેશાબના રસ્તાથી બહાર નીકળી જાય છે.
એક સ્ટડી અનુસાર કારેલાનો જ્યુસ વધતા વજનને કમ કરે છે. આ શરીરમાં ઇંસુલિનને એક્ટિવ કરે છે, જેનાથી શરીરમાં બનનાર શુગર ફેટનું રૂપ લઇ શકતી નથી. તેનાથી ચરબી કમ કરવા અને ફેટ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત કારેલામાં ઘણા ઓછી કેલેરી હોય છે. જેનાથી કેલેરી કંટ્રોલમાં રહે છે.
જો તમને માથાનો દુખાવો સતત થવા લાગે તો એવામાં કારેલા ફાયદેમંદ સાબિત થાય છે. આ માટે કારેલાની પત્તિઓને પીસીને તેને માથા પર લગાવો, આવું કરવાથી આરામ મળશે.
આયુર્વેદ અનુસાર, કારેલા ડાયાબિટીઝ સાથે સાથે કેટલીક બીમારીઓથી લાભ પહોંચાડે છે, કારેલાનું સેવન કેટલીક બીમારીઓ જેવી કે પાચનતંત્રની ખરાબી, ભૂખની કમી, પેટ દર્દ, તાવ અને આંખોના રોગોમાં લાભ પહોંચાડે છે. તે ઉપરાંત બવાસીર જેવી બીમારીઓ માટે કારેલા રામબાણ ઉપાય છે.