મહાકુંભ 2021 : સ્વિઝરલેન્ડથી ચાલતા કુંભ સ્નાન કરવા પહોંચ્યા બૅન બાબા, લગ્ઝરી જીવન છોડી અપનાવ્યો આધ્યત્મનો માર્ગ, જુઓ વીડિયો

હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં આસ્થાના અનેક રંગરૂપ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પવિત્ર કુંભ મેળામાં સ્વિટ્ઝરલૅન્ડથી પગપાળા ચાલતાં આવેલાં બેન બાબાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. મૂળ વેબ ડિઝાઈનર અને કલાકના 10 ડૉલર (લગભગ 720 રૂપિયા) કમાતા બેન ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને યોગથી પ્રભાવિત થઈ સ્વિટ્ઝરલૅન્ડથી પગપાળા ભારત આવ્યા છે.

હરિદ્વારના મહાકુંભથી બેન બાબાનો વીડિયો વાયરલ થયો છે. બેન સ્વિટ્ઝરલૅન્ડથી ચાલતા ભારત માટે નીકળ્યા અને 18 દેશોને પાર કરીને 4 વર્ષ બાદ ભારત પહોંચ્યા. જો કે, બેન હિમાચલ પ્રદેશમાં રહે છે. ટ્વિટર પર પણ તેમનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ તેમની યાત્રા વિશે જણાવે છે.

બેન બાબા એક વેબ ડિઝાઇનર છે. સ્વિટ્ઝરલૅન્ડની લગ્ઝરી લાઇફ છોડીને આધ્યાત્મ અને યોગમાં નમી ગયા. સનાતન ધર્મ અને યોગનો પ્રચાર-પ્રસારને જીવનનો હેતુ અને વિશ્વ યાત્રાને સાધના બનાવી લીધી છે. 33 વર્ષિય બેેન જણાવે છે કે, ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સભ્યતા અદભુત છે. યોગ ધ્યાન અને ભારતીય વેદ પુરાણ સૌથી મૂલ્યવાન છે. તેમાં અલૌકિક તાકાત છે. તેનાથી જ પ્રભાવિત થઇને તેમણે ભારત ભ્રમણનું લક્ષ્ય બનાવ્યુ. સ્વિટ્ઝરલૅન્ડમાં જ તેમણે હિંદી ભાષા શીખી. પાંચ વર્ષ પહેલા સ્વિટ્ઝરલૅન્ડથી ભારત માટે તેમણે ચાલતા સફર શરૂ કર્યુ.

બૅન બાબા 18 દેશની બોર્ડર પર વિઝા એપ્લાય કરતાં-કરતાં 4 વર્ષે ભારત પહોંચ્યા હતાં. તેઓ છેલ્લાં એક વર્ષથી ભારતમાં ભ્રમણ કરી રહ્યા છે અને મંદિર, મઠમાં રહીને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું અધ્યયન કરી રહ્યા છે.

Shah Jina