આ છે દેશની સૌથી નાની ઉંમરની મહિલા IAS, આવી રીતે ક્રેક કરી હતી UPSC…ખૂબસુરતીમાં આપે છે બોલિવુડની હસીનાઓને કાંટાની ટક્કર

ધોરણ-12માં પૂરા દેશમાં કર્યુ ટોપ, પણ પહેલીવાર રહી અસફળ, ખૂબસુરતીમાં હિરોઇનોને આપે છે ટક્કર – જાણો કેવી રીતે બની 23 વર્ષની ઉંમરે IAS ઓફિસર

એક અનોખી અને પ્રેરણાદાયી વાર્તાના પ્રકાશમાં, સ્મિતા સભરવાલ બતાવે છે કે સંઘર્ષ અને સમર્પણ સાથે સખત પરિશ્રમ વિના કોઈ પણ ધ્યેય અશક્ય નથી. દાર્જિલિંગમાં 19 જૂન 1977ના રોજ જન્મેલી સ્મિતા સભરવાલ કર્નલ પ્રણવ દાસની પુત્રી છે. તેમના પરિવારે તેમને હંમેશા હિંમત અને સેવાના મૂલ્યોથી પ્રેરિત કર્યા.

સ્મિતાએ IPS ઓફિસર ડૉ.અકુન સભરવાલ સાથે લગ્ન કર્યાં છે અને તેમને બે સુંદર બાળકો છે, નાનક અને ભુવિશ. કોમર્સમાંથી સ્નાતક થયા પછી, સ્મિતાએ માત્ર 23 વર્ષની ઉંમરે IAS પરીક્ષા પાસ કરી અને ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ચોથા સ્થાને રહીને પોતાની ક્ષમતા સાબિત કરી. તેમનું સૌ પ્રથમ ચિત્તૂર જિલ્લામાં સબ-કલેક્ટર તરીકે પોસ્ટિંગ હતું અને પછી તેમને કરીમનગર જિલ્લાના ડીએમ બનવા ઉપરાંત આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓમાં પોસ્ટિંગ કરવામાં આવ્યા હતા.

સ્મિતાએ હેલ્થ કેર સેક્ટરમાં ‘અમ્માલલાના’ પ્રોજેક્ટની શરૂઆત કરી, જેને કારણે સ્વાસ્થ્ય સેવાઓ લોકોના પહોંચમાં આવી અને આની સફળતાને કારણે તેને પ્રાઇમ મિનિસ્ટર એક્સીલેંસ એવોર્ડથી સમ્માનિત કરવામા આવ્યા. કરીમનગરમાં ડીએમ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શહેરને ‘બેસ્ટ ટાઉન’નો એવોર્ડ પણ મળ્યો હતો. સ્મિતાએ વર્ષ 2002માં બીજા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી.

તેણે ઓલ ઈન્ડિયા લેવલ પર ચોથો રેન્ક મેળવ્યો હતો. એટલું જ નહીં, સ્મિતાએ ધોરણ 12માં પણ ટોપ કર્યું હતું. 2001 બેચના IAS અધિકારી સ્મિતા સભરવાલ તેલંગાણાના મુખ્ય પ્રધાન કાર્યાલયમાં પ્રથમ મહિલા IAS અધિકારી બન્યા. તેઓ જનતાના ઓફિસર તરીકે પણ ઓળખાય છે.IAS સ્મિતા સભરવાલે બીજા પ્રયાસમાં ચોથો રેન્ક મેળવીને એક દાખલો બેસાડ્યો હતો.

મૂળ દાર્જિલિંગની IAS સ્મિતાના પિતા કર્નલ પીકે દાસ એક નિવૃત્ત આર્મી ઓફિસર છે, તે પોતાને આર્મી બ્રેટ કહે છે. IAS સ્મિતા સભરવાલ સૌથી સક્રિય IAS ઓફિસરોમાંથી એક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર તેના 4 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે ટ્વિટર પર મહિલાઓને લગતી સમસ્યાઓ પર પોતાના મંતવ્યો શેર કરતી રહે છે.

આ સિવાય તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. આઈએએસ ઓફિસર તરીકે સ્મિતાનું કામ ખૂબ જ વખણાય છે. આ ઉપરાંત તે ખૂબસુરતીમાં બોલિવુડની હસીનાઓને પણ માત આપે છે.

Shah Jina