ક્યારે છે વસંત પંચમી? જાણો તેની શાસ્ત્રોક્ત પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

હિન્દુ શાસ્ત્રોમાં વસંત પંચમીનું ઘણુ મહત્વ રહેલુ છે. આ દિવસે જો યોગ્ય વિધિ અનુસાર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે તો જીવનમાં અનેક સફળતા મળે છે. માઘ શુક્લ પંચમીના દિવસે વસંત પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમીનો પર્વ 5 ફેબ્રુઆરીએ શનિવારના રોજ આવશે. આ દિવસે માતા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. આ દિવસથી જ વસંત ઋતુની શરૂઆત થાય છે. આવો જાણીએ નવા વર્ષની વસંત પંચમીના શુભ મુહુર્ત.

આ વર્ષે વસંત પંચમી 5 ફેબ્રુઆરી શનિવારના રોજ આવશે. આ દિવસ વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવા માટે સવારે 3 વાગ્યેને 47 મિનિટે શુભ મુહુર્ત શરૂ થશે. જે બીજા દિવસે એટલે કે રવિવારને તારિખ 6ના રોજ સવારે 3 વાગ્યેને 46 મિનિટે સમાપ્ત થશે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વસંત પંચમીની પૂજા સુર્યોદય પછી અને સુર્યાસ્ત પહેલા કરવી સારી માનવામાં આવે છે.

માતા સરસ્વતી પ્રસન્ન કરવા માટે વસંત પંચમીનો દિવસ ખુબ શુભ માનવામાં આવે છે. જેથી આ દિવસે માતાને પ્રસન્ન કરવા માટે સવારે સ્નાન કર્યા બાદ સફેદ અથવા પીળા વસ્ત્રો પહેરો. પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મો રાખીને પૂજા કરો. આ ઉપરાંત માતાનું પીળા વસ્ત્રોમાં સ્થાપન કરો. ત્યારબાદ ચંદન,કેસર, હળદર, અક્ષત,પીળા ફુલ,પીળી મિઠાઈ,મિશ્રી,દહી, હલવો વગેરે જેવી સામગ્રી પ્રસાદના સ્વરૂપમાં માતાજીની સામે રાખો. આ ઉપરાંત પૂજા દરમિયાન સરસ્વતી માતાને સફેદ ચંદન સફેદ કે પીળા ફુલ જમણા હાથમાં રાખો. આ ઉપરાંત માતાને કેસર યુક્ત ખીર ધરો. પછી ‘ॐ સરસ્વત્યૈ નમ: નામના મંત્રનો જાપ કરો. આનાથી માતા પ્રસન્ન થશે અને તમારી દરેક મનો કામના પૂર્ણ થશે.

આપણા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શુક્લ પક્ષની પંચમી તિથિના દિવસે બ્રહ્માના મુખમાંથી માતા સરસ્વતી પ્રગટ થયા હતા. આ જ કારણે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. આપણા શાસ્ત્રોમાં એવી પણ માન્યતા છે કે આ દિવસે જો સાચા મનથી માતાની પૂજા કરવામાં આવે તો જ્ઞાન અને વિદ્યા પ્રાપ્ત થાય છે. શિક્ષા જેવી કોઈ પણ સારી વાતની શરૂઆત દિવસે જ કરવામાં આવે છે, આ ઉપરાંત જો તમે કોઈ નવા ઘરમાં રહેવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો પણ આ દિવસે તે માટે શ્રેષ્ઠ છે.

YC