વડોદરામાં પરણિતા સાથે અત્યાચાર, સાસુએ કહ્યું હનીમૂનમાં અમને પણ સાથે લઇ જાવ, દિયરે કહ્યું, કેવી રહી સુહાગરાત ?

સંસ્કારી નગરીમાં આ શું ચાલી રહ્યું છે? પતિ સાથે માણવાનો સમય સાસું નક્કી કરે અને….છેલ્લે ખુલ્યું ગંદુ રહસ્ય

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ સાથે છેડછાડ અને પરણિત મહિલાઓ ઉપર અત્યાચાર ગુજારવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે હાલ વધુ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરામાં એક પરણિત મહિલાએ તેના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેને ફરિયાદમાં જે કહ્યું તે સાંભળીને પોલીસ પણ હેરાન રહી ગઈ હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં એક 28 વર્ષીય યુવતીના લગ્ન ગોધરાના રહેવાસી જયદીપ સંજયભાઈ ભાટીયા સાથે વર્ષ 2020માં હિન્દુ રીત રિવાજ મુજબ થયા હતા. પરંતુ લગ્નના થોડા જ સમયમાં સાસરિયામાં પરિણીતા પર ત્રાસ ગુજારવાનું શરૂ થયું હતું. સાસરિયાઓ સાથે મળીને તેનો પતિ જયદીપ પણ તેના ઉપર ત્રાસ ગુજારતો હતો.

પરણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ સાથે સંબંધ બાંધવાનો સમય પણ મારા સાસુ નક્કી કરતી હતી. એટલું જ નહિ પરંતુ જયારે હનીમૂન ઉપર જવાનું થયું ત્યારે પણ તેમને આખા પરિવાર સાથે જવાનું કહ્યું, અને એમ પણ કહ્યું હતું કે તેમને સંતાનમાં દીકરી નહિ પરંતુ દીકરો જ જોઈએ છીએ. આ બધું કહીને તે હેરાન પણ કરતા હતા.

આ ઉપરાંત પરણીતાએ એમ પણ જણાવ્યું કે તેના પતિએ તેની સાથે વિતાવેલી અંગત પળોનો વીડિયો પણ બનાવી લીધો હતો અને જેને તે વાયરલ કરવાની પણ ધમકીઓ આપ્યા કરતો હતો. આ ઉપરાંત તેના સસરા પણ દીકરાના બીજે લગ્ન કરાવવાના છે તું છૂટાછેડા આપી દે તેવી  અને છૂટાછેડા નહિ આપે તો જાનથી મારી નાખીશું એવી ધમકી પણ આપતા હતા.

એટલું જ નહીં તેનો દિયર પણ પરણિતાને હેરાન કરવા પૂછતો હતો કે તેની સુહાગરાત કેવી રહી ? આ ઉપરાંત તેની નણંદ પણ એમ કહેતી કે મને મારા પિતાએ દહેજમાં 11 તોલા સોનુ આપ્યું છે તને તારા પિતાએ શું આપ્યું છે ? આ બધાથી કંટાળીને આખરે પરણીતાએ પોલીસમાં સાસરિયાના 9 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel