અમદાવાદના આ ભાઈના ખાતામાં અચાનક 2 કરોડ જમા થયા તો મોકાનો ફાયદો એવો ઉઠાવ્યો કે કોઈએ સપનામાં પણ નથી વિચાર્યું હોય

અમદાવાદના આ ભાઈના ખાતામાં અચાનક 2 કરોડ જમા થયા તો મોકાનો ફાયદો એવો ઉઠાવ્યો કે કોઈએ સપનામાં પણ નથી વિચાર્યું હોય, આ જ છે પાક્કો ગુજરાતી ભાઈ ભાઈ..ગુજ્જુરોક્સ

ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જે સાંભળી આપણે પણ ચોંકી ઉઠીએ છીએ. ત્યારે ગત જુલાઇ માસમાં અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક બેંકની ટેક્નિકલ ભૂલના કારણે લાખો રૂપિયાનો ફાયદો એક વેપારીને થઈ ગયો. અમદાવાદના બાપુનગરમાં એમ્બ્રોઇડરીનો વેપાર કરતા એક વેપારીને માત્ર અડધો કલાકમાં જ 5.43 લાખનો ફાયદો થઈ ગયો.

રમેશભાઇ સગર બાપુનગરમાં એમ્બ્રોઇડરીનો બિઝનેસ કરે છે અને તેઓ શેર બજારમાં ટ્રેડિંગ પણ કરે છે. તેમને બગાસું ખાતા જાણે પતાસું મળી ગયું હોય તેવી ઘટના તેમની સાથે બની છે. ખાનગી બેંકની શેર ટ્રેડિંગ એપમાં ટેક્નિકલ એરરને કારણે આ વેપારીને માત્ર અડધો કલાકમાં 5 લાખ કમાઈ આપ્યા હતા.શેર બજારમાં ટ્રેડિંગ કરતા આ વેપારીના ખાતામાં કરોડો રૂપિયા જમા થઈ ગયા હતા અને વેપારીએ આ રૂપિયાના શેર ખરીદી ટ્રેડિંગ કરી નાખ્યું.

પ્રતિકાત્મક તસવીર

જો કે, બેંકની ટેકનિકલ એરર સોલ્વ થઈ અને એ વેપારીના ખાતામાંથી એ રકમ પરત થતા વેપારીએ પોતે કરેલા ટ્રેડિંગના શેર વેચી બેંકને રકમ પરત કરી હતી. જેમાં 5 લાખ 43 હજાર વધારે હતા. જેથી બેંકમાં મૂડી પરત જતા શેર ટ્રેડિંગનો 5 લાખ 43 હજાર નફાનો ફાયદો થઈ ગયો. રમેશભાઇએ કહ્યુ કે, તેઓ શેર બજારમાં 25000 જેટલું જ ટ્રેડિગ કરે છે. જ્યારે તેઓ શેર ટ્રેડિગ કરી રહ્યા હતા

પ્રતિકાત્મક તસવીર

ત્યારે અચાનક જ તેમના ખાતામાં ગણી ન શકાય તેવું કરોડો રૂપિયાનું બેલેન્સ જમા થઇ ગયું અને અંદાજે 2 કરોડ રૂપિયા જેટલું ટ્રેડિંગ કર્યું ત્યાં એપ્લિકેશનમાં ટેક્નિકલ એરરના કારણે રકમ જમા થયાનો મેસેજ આવ્યો. મેસેજ જોઈ જે ટ્રેડિંગ કર્યું હતું તે શેર સેલ કરી દીધા. પરંતુ અડધો કલાકની શેર લે વેચમાં તેઓને 5 લાખ 43 હજાર જેટલો નફો થઈ ગયો.

Shah Jina