શું તમારું પણ ખાતું બેંક ઓફ બરોડામાં છે ? તો થઇ જાવ સાવધાન ! 24 માર્ચ સુધી આ કામ નહિ કરો તો થઇ જશે ખાતું બંધ

આજે દરેક લોકોનું કોઈને કોઈ બેંકની અંદર ખાતું અવશ્ય હોય છે. ત્યારે મોટાભાગના લોકો SBI અને બેન્ક ઓફ બરોડા જેવી શાખાઓમાં વધારે ખાતા ખોલાવે છે. ત્યારે બેંક દ્વારા ઘણીવાર પોતાના નિયમોમાં બદલાવ કરવામાં આવે છે. ત્યારે કેટલીકવાર એવું પણ બનતું હોય છે કે તેના વિશે લોકોને જાણ પણ નથી હોતી અને બેંક તેમના ખાતામાંથી અમુક રકમ કાપી લે છે કે પછી તેમના ખાતા પણ બંધ થઇ જતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ખબર બેંક ઓફ બરોડામાંથી સામે આવી છે. જેમાં જો 24 માર્ચ સુધી તમે એક કામ નહિ કરો તો તમારું ખાતું બંધ પણ થઇ જશે છે.

બેંક ઓફ બરોડા (BOB) એ તેના ખાતાધારકોને સેન્ટ્રલ KYC (C-KYC) કરાવવા માટે સૂચનાઓ જારી કરી છે. જો તમે આ કામ પૂર્ણ ન કર્યું હોય તો તરત જ બેંકમાં જઈને આ કામ પૂર્ણ કરો. તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ વિશે ટ્વિટ કરીને, બેંકે કહ્યું છે કે બેંક દ્વારા નોટિસ, SMS અથવા C KYC માટે બોલાવવામાં આવેલા તમામ ગ્રાહકોએ બેંકમાં જઈને તેમના KYC દસ્તાવેજો સબમિટ કરવા જોઈએ. તમારે આ કામ 24 માર્ચ 2023 પહેલા કરવાનું રહેશે. જો તમે આ કાર્ય પૂર્ણ કરી લીધું હોય તો આ સંદેશને અવગણો.

હવે ગ્રાહકોને ખાતા ખોલવા, જીવન વીમો ખરીદવા, ડીમેટ ખોલવા વગેરે જેવા તમામ કાર્યો માટે વારંવાર KYC કરવાની જરૂર નથી. હવે માત્ર એક જ વાર KYC કરાવ્યા બાદ તમામ કામ પૂર્ણ કરી શકાશે. બેંક તેના ગ્રાહકોને C-KYC નો રેકોર્ડ ડિજિટલ ફોર્મેટમાં સબમિટ કરે છે. આ પછી, ગ્રાહકે જુદા જુદા હેતુઓ માટે KYC કરવાની જરૂર નથી અને બેંકો માહિતીને કેન્દ્રીય KYC સાથે મેચ કરે છે.

આ ડેટાને મેચ કરીને, બેંક અથવા કોઈપણ સંસ્થા શોધી કાઢે છે કે KYC નિયમો પૂરા થયા છે કે નહીં. નોંધનીય છે કે સેન્ટ્રલ કેવાયસીનું સંચાલન કરવાનું કામ CERSAI કરે છે. આ કિસ્સામાં, ફક્ત આ નંબર પરથી ગ્રાહકની KYC સંબંધિત માહિતી મેળવી શકાય છે. જો તમે સેન્ટ્રલ કેવાયસી પૂર્ણ નહીં કરો, તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી આ કાર્ય પૂર્ણ કર્યું નથી, તો તેને વહેલી તકે પૂર્ણ કરો. આ સાથે તમારે પછીથી મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.

Niraj Patel