આ અભિનેત્રીએ લગાવ્યો હતો યૌન ઉત્પીડન અને હત્યાનો આરોપ, બાદમાં થઇ અભિનેત્રીની જ ધરપકડ

2 મહિના પહેલા અભિનેત્રીએ બળાત્કાર અને હત્યાની કોશિશનો લગાવી રહી હતી આરોપ, હવે પોતાની જ થઇ આ મામલે ધરપકડ

બાંગ્લાદેશની ફેમસ અભિનેત્રી પોરી મોની એકવાર ફરી ચર્ચામાં છે. બે મહિના પહેલા 14 જૂનના રોજ તેણે ઉદ્યોગપતિ પર એક ક્લબમાં તેની સાથે દુષ્કર્મન અને હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. તે બાદ તેની પોતાની ધરપકડ થઇ હતી. રૈપિડ એક્શન બટાલિયને થોડા સમય પહેલા ઢાકાના બનાનીમાં અભિનેત્રી પોરી મોનીના ઘરે છાપેમારી કરી હતી.

આરબીએને તેના ઘરેથી 30 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ચાર કલાકની છાપેમારી બાદ 4 ઓગસ્ટ રાત્રે લગભગ 9 વાગ્યે તેને કુલીન બળના મુખ્યાલય લઇ જવામાં આવી. તે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આરબીએ કાનૂની અને મીડિયા વિંગના નિદેશક કમાંડર ખાંડાકર અલ મોઇને આ વાતની પુષ્ટિ પણ કરી હતી.

અભિનેત્રીની ધરપકડ કર્યા પહેલા આરબીએ દાવો કર્યો કે તેમને છાપેમારી દરમિયાન પોરી મોનીના ઘરેથી ડ્રગ્સ અને દારૂની બોટલો મળી આવી. તેની ધરપકડ બાદ તેને ઢાકાની અદાલતમાં પણ પેશ કરવામાં આવી હતી.

પોરી મોનીના નામથી મશહૂર શમસુન્નહર સ્મૃતિએ દાવો કર્યો હતો કે, 9 જૂનના રોજ બોટ ક્લબના પૂર્વ અધ્યક્ષ અને એક વેપારી અને રાજનેતા ગુલશન ઓલ કમ્યુનિટીના નિદેશક નાસિર ઉદ્દીન મહમૂદે તેની પર હુમલો કર્યો હતો. તેણે યૌન ઉત્પીડનનો પણ આરોપ લગાવ્યો હતો.

અભિનેત્રી 26 દિવસ બાદ જેલથી બહાર આવી ગઇ છે. તમને જણાવી દઇએ કે, ઢાકાની મેટ્રોપોલિટન સેશન કોર્ટે 50 હજાર બાંગ્લાદેશી ટકા એટલે કે લગભગ 42700 રૂપિયા પર જમાનત આપી હતી. તેણે જેલથી બહાર આવી તેનો જલવો પણ બતાવ્યો હતો. તેણે ગાડીથી નીકળી ચાહકોનું અભિવાદન પણ કર્યુ હતુ. આ દરમિયાન તેની ગાડીની આસપાસ ચાહકોની ભીડ હતી અને લોકો તેની તસવીર ક્લિક કરી રહ્યા હતા.

Shah Jina