શું પાકિસ્તાને છેતરપિંડી કરી અને બાંગ્લાદેશ સામેની છેલ્લી ટી 20 મેચ જીતી ? જુઓ છેલ્લા બોલ ઉપર કેવો જોવા મળ્યો ડ્રામા

ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમવામાં આવેલી ત્રીજી ટી-20 મેચમાં પાકિસ્તાને બંગલાદેશને પાંચ વિકેટે હરાવી દીધું. તેની સાથે પાકિસ્તાને આ ત્રણ મેચની ટી20 સિરીઝ 3-0થી પોતાના નામે કરી દીધી. પરંતુ છેલ્લી મેચના છેલ્લા બોલ ઉપર એવો ડ્રામા જોવા મળ્યો હતો જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય.

આ લો સ્કોરિંગ મેચની અંદર બાંગ્લાદેશ દ્વારા પણ ઘાતક બોલિંગ કરવામાં આવી. બાંગ્લાદેશના કપ્તાન મહમુદુલ્લાહએ છેલ્લી ઓવર નાખી. જેમાં 8 રનની જરૂર હતી. તેને પાંચ બોલની અંદર 6 રન આપીને ત્રણ ખેલાડીઓને આઉટ પણ કરી દીધા. હવે છેલ્લા બોલમાં પાકિસ્તાનને જીતવા માટે માત્ર બે રનની જરૂર હતી. પરંતુ છેલ્લા બોલ ઉપર એક મોટું નાટક થતું જોવા મળ્યું હતું.

જ્યારે મહમદુલ્લાહ છેલ્લો બોલ ફેંકવા માટે ગયો ત્યારે પાકિસ્તાન તરફથી બેટિંગ કરી રહેલો મોહમ્મદ નવાઝ બોલ ફેંક્યા બાદ ક્રિઝ ઉપરથી ખસી ગયો, અને બોલ સીધો સ્ટમ્પ ઉપર અથડાયો હતો. બાંગલાદેશના ખેલાડીઓએ અપીલ પણ કરી પરંતુ એમ્પ્યાર દ્વારા આ બોલને ડેડ બોલ જાહેર કરવામાં આવ્યો.


જેનાબાદ મહમદુલ્લાહ ફરીથી બોલ નાખવા માટે આગળ વધ્યો અને સ્ટમ્પ પોસે જઈને જ ઉભો રહી ગયો, જેના બાદ ફરીથી એમ્પયારે ડેડ બોલ જાહેર કર્યો. ત્યારે જયારે આખરે છેલ્લો બોલ મહમદુલ્લાહે નાખ્યો ત્યારે નવાઝે ચોક્કો મારી અને પાકિસ્તાનને જીત અપાવી હતી. છેલ્લી ઓવરના છેલ્લા બોલ ઉપર થયેલા આ નાટકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો પાકિસ્તાનની બુરાઈ પણ કોમેન્ટમાં કરી રહ્યા છે.

Niraj Patel