નોકરીની ચિંતા છોડો, ફક્ત 50 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 1 લાખની કમાણી

ફક્ત 50 હજારના રોકાણ પર 1 લાખની આવક

જો તમે પણ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એક ખાસ બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ, જે શરૂ કરીને તમે સારા પૈસા કમાઈ શકો છો. આ યાદીમાં એક વ્યવસાય છે કેળાની ચિપ્સ બનાવવાનો. કેળાની ચિપ્સ સ્વાસ્થ્ય માટે સારી છે. આ સાથે, લોકો ઉપવાસમાં પણ આ ચિપ્સ ખાય છે. બટાકાની ચિપ્સ કરતાં કેળાની ચિપ્સ વધુ પ્રચલિત છે, જેના કારણે આ ચિપ્સ મોટી માત્રામાં વેચાય છે. કેળાની ચિપ્સનું બજાર કદ નાનું છે, જેના કારણે મોટી બ્રાન્ડેડ કંપનીઓ કેળાની ચિપ્સ બનાવતી નથી. અને આ જ કારણ છે કે કેળાની ચિપ્સ બનાવવાના વ્યવસાયને વધુ સારો અવકાશ છે.

કેળાની ચિપ્સ બનાવવા માટે આ વસ્તુની જરૂર પડશે :
કેળાની ચિપ્સ બનાવવા માટે વિવિધ પ્રકારની મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે અને મુખ્યત્વે કાચા કેળા, મીઠું, ખાદ્ય તેલ અને અન્ય મસાલાનો ઉપયોગ કાચા માલ તરીકે થાય છે. કેટલીક મુખ્ય મશીનરી અને સાધનોની યાદી નીચે મુજબ છે.

  • 1. કેળા ધોવાની ટાંકી અને કેળાની પીલીંગ મશીન
  • 2. કેળાને નાની નાની સાઈઝમાં કાપવાનું મશીન
  • 3. ટૂકડાને ફ્રાઈ કરવાનું મશીન
  • 4. મસાલા વગેરે ભેળવવાનું મશીન
  • 5. પાઉચ પ્રિન્ટિંગ મશીન
  • 6. લેબોરેટરી સાધનો

આ મશીન ક્યાંથી ખરીદવું : 
કેળાનો વ્યવસાય શરૂ કરવા માટે, તમે આ મશીન indiamart.com અથવા alibaba.com પરથી ખરીદી શકો છો. આ મશીન રાખવા માટે તમારે ઓછામાં ઓછા 4000 5000 સ્ક્વેર ફૂટ જગ્યાની જરૂર પડશે. તમને આ મશીન 28 હજારથી 50 હજાર સુધીમાં મળી જશે.આ ફક્ત રેફરન્સ માટે માહિતી છે તમે ઓનલાઇન ખરીદી કરો ત્યારે ખાસ ધ્યાન રાખવું. તમામ શરતો અને નિયમો જોઈને જ પેમેન્ટ કરવું.

50 કિલો ચિપ્સ બનાવવાનો ખર્ચ : 
50 કિલો ચિપ્સ બનાવવા માટે ઓછામાં ઓછા 120 કિલો કાચા કેળાની જરૂર પડશે. તમને લગભગ 1000 રૂપિયામાં 120 કિલો કાચા કેળા મળશે. આ સાથે 12 થી 15 લિટર તેલની જરૂર પડશે. 15 લિટર તેલની કિંમત 70 રૂપિયાના દરે 1050 રૂપિયા થશે. ચિપ્સ ફ્રાયર મશીન 1 કલાકમાં 10 થી 11 લિટર ડીઝલ વાપરે છે.

1 લીટર ડીઝલની કિંમત 80 રૂપિયા છે, જેના હિસલાબે 11 લિટરના 900 રૂપિયા થશે અને મીઠું અને મસાલા માટે મહત્તમ રૂ. 150નો ખર્ચ થશે. આમ 50 કિલોની ચિપ્સ 3200 રૂપિયામાં તૈયાર થશે. મતલબ, એક કિલ્લાના ચિપ્સના પેકેટની કિંમત પેકિંગ ખર્ચ સહિત 70 રૂપિયા હશે. જેને તમે ઓનલાઇન અથવા કરિયાણાની દુકાનો પર 90-100 રૂપિયા પ્રતિ કિલો સરળતાથી વેચી શકો છો.

1 લાખ રૂપિયાનો નફો મેળવી શકો છો : જો આપણે પણ 1 કિલો પર 10 રૂપિયાનો નફો વિચારીએ, તો તમે સરળતાથી રોજ 4000 રૂપિયા કમાઈ શકો છો. એટલે કે, જો તમારી કંપની મહિનામાં 25 દિવસ કામ કરે છે, તો તમે મહિનામાં 1 લાખ રૂપિયા કમાઈ શકો છો.

Patel Meet