“બાલિકા વધુ”ની નાનકડી આનંદી હવે થઇ ગઇ છે 24 વર્ષની, જુઓ જન્મદિવસ પર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો

“બાલિકા વધુ”ની આનંદી મોટી થઈને થઇ ગઈ ખુબ જ BOLD, જુઓ તસવીરો

ટીવીની દુનિયામાં બાલિકા વધુ જેવી સિરિયલમાં આવતી ‘આનંદી’ને કોણ નથી જાણતું. આ સીરિયલમાં આનંદીનો રોલ નિભાવતી અવિકા ગોરે તેની ચુલબુલી અદાઓ અને માસુમ સવાલોથી બધાના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારે ઘણા લોકો સફળતાને જોવા માટે આખી જિંદગી મહેનત કરતા હોય છે. જયારે અવિકાએ તેની સફળતા નાનપણમા જ જોઈ લીધી હતી.

અવિકા ગોર આજે તેનો જન્મદિવસ મનાવી રહી છે. અવિકાનો જન્મ 30 જૂન 1997ના રોજ થયો હતો. નાની આનંદી હવે 24 વર્ષની થઇ ગઇ છે. ગુજરાતી પરિવારમાં જન્મેલી અવિકાના પિતા સમીર ગોર ઇન્સ્યોરન્સ એજન્ટ છે. ત્યાં જ તેમની માતા ચેતના ગોર હાઉસવાઇફ છે.

તમને જણાવી દઇએ કે, અવિકા ગોરે લગભગ 10 વર્ષની ઉંમરે વર્ષ 2007માં લેક્મે ફેશન વીકમાં ગિની એન્ડ જોની માટે રેમ્પ વોક કર્યુ હતુ. તેણે બેસ્ટ મોડલનો ખિતાબ જીત્યો હતો. 11-12 વર્ષમાં અવિકાએ ઘણી ધારાવાહિકો અને રિયાલિટી શો કર્યા છે. આ દરમિયાન તેના લુકમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે.

અવિકા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર અવિકાને 11 લાખથી વધુ લોકો ફોલો કરે છે. આ જ કારણ છે કે તેની કોઇ પણ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થતી રહે છે.

અવિકાની ખૂબસુરતીના તો લોકો દીવાના છે. તેની તસવીરોને ઇન્ટરનેટ પર ઘણી પસંદ કરવામાં આવે છે. તેની તસવીરો પર ચાહકો કમેન્ટોનો વરસાદ કરી દે છે.

આનંદીનો રોલ કરનારી અવિકાએ વર્ષ 2008માં બાલિકા વધુ સિરિયલથી ટેલિવિઝનની દુનિયામાં પગ મૂક્યો હતો. આ ધારાવાહિકે અવિકાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. અવિકા આ શોમાં રાજસ્થાનીનું પાત્ર નિભાવી રહી હતી. સાથે જ તેની ભાષા પણ રાજસ્થાની હતી. આ રોલ માટે અવિકાએ ખુદને તે રોલ તરફ ઢાળી દીધી હતી.

બાલીકાવધૂ બાદ અવિકાએ કેટલીક ધારાવાહિક અને રિયાલિટી શોમાં કામ કર્યુ હતુ. તે “સસુરાલ સિમર કા”માં પણ જોવા મળી હતી.’સસુરાલ સીમર કા’ સિરિયલમાં અવિકાની ઉંમર બહુજ નાની હતી.

નાની ઉંમરમાં અવિકાએ લગ્ન કરેલ યુવતિનો રોલ પ્લે કર્યો હતો. આ રોલ નિભાવતા અવિકાને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ રોલને કારણે અવિકાનો ગ્રાફ પણ ઉપર પહોંચી ગયો હતો. આ સીરિયલમાં અવિકા બાલિકા વધુના રોલ કરતા એકદમ જ અલગ નજરે આવી હતી.

અવિકા એક સમયે ભારે વજનના કારણે પરેશાન હતી. પરંતુ સમય સાથે અવિકાએ વજનમાં ઘટાડો કર્યો અને પોતાને એકદમ ફિટ બનાવી દીધી, તેણે તેનું 13 કિલો વજન ઉતાર્યુ હતુ. અવિકા ‘બોક્સ ક્રિકેટ લીગ સિઝન 2 ‘ અને ‘ફિયર ફેક્ટર : ખતરો કે ખિલાડી સીઝન 9’માં જોવા મળી હતી. અવિકા ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

હાલમાં જ તેનાથી 18 વર્ષ મોટા અભિનેતા સાથે તેેનું નામ જોડાયુ હતુ. અવિકા ગોરની તેના પૂર્વ સહ કલાકાર મનીષ રાયસિંઘન સાથે લિંક અપની ખબરો સામે આવી હતી, જેને તે બંનેએ ફેક જણાવી હતી. અવિકા અને મનીષે “સસુરાલ સિમર કા”માં સાથે કામ કર્યુ હતુ.

અવિકા સોશિયલ મીડિયા પર ઘણીવાર તેના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે તસવીર શેર કરતી રહે છે. કેટલાક સમય પહેલા જ તેણે તેના પ્રેમનો ઇઝહાર કર્યો હતો. મિલિંદ ટીવી રિયાલિટી શો “રોડીઝ”માં કંટેસ્ટન્ટ તરીકે જોવા મળ્યો હતો.

Shah Jina