જાણવા જેવું જીવનશૈલી

શું તમે જાણો છો કે ડિલિવરી સમયે મહિલાને કેટલું દર્દ થાય છે તેના વિશે, જો આજે જાણશો તો પણ તમારા રૂવાટા ઊભા થઈ જશે

મા શબ્દ ભલે બોલવામાં નાનો છે, પણ એનો અર્થ ખૂબ જ મોટો છે. એવું કહેવાય છે કે માતાના ચરણોમાં એક વિશ્વ સમાયેલુ છે અને માતા સાથે બાળકનો સંબંધ જેવો કોઈ ઊંડો સંબંધ નથી હોતો. એક માતા તેના બાળકની બધી જ વાત કહ્યા વગર સમજી જાય છે. દુનિયામાં માતા બનવાની ખુશી એક છોકરી માટે જે હોય છે તે દુનિયાની સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોટી ખુશી છે. એક છોકરી જ્યારે માતા બને ત્યારે જ તે સંપૂર્ણ બને છે. એક માતા તેના બાળક સાથે નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. એક બાળક પણ પોતાની માતાના ખોળામાં સૌથી સલામત ગણાય છે. માતા અને બાળક સાથે સંબંધ એક નિઃસ્વાર્થ સંબંધ હોય છે.

Image Source

બાળક તેની માતાના ખોળામાં આવતા જ તે તેની માને ઓળખી જાય છે. જ્યારે તે 9 મહિના પછી દુનિયામાં આવે છે, ત્યારે તેને તેની માતાના ખોળામાં જ ખૂબ આનંદ મળે છે. એવું કહેવાય છે કે માતા બનવાની ખુશી ભાગ્યથી જ મળે છે. જ્યારે માતા તેના બાળકને જન્મ આપે છે ત્યારે તે અસહ્ય પીડામાંથી પસાર થાય છે.

તે સમયે કોઈ તેના દુઃખની ધારણા કરી શકતું નથી. સહેજ ઇજા પહોંચે તો પણ વ્યક્તિ આખું ઘર ગજવી મૂકે લે છે. તે જ સમયે, સ્ત્રીની સહનશક્તિ એટલી બધી છે કે તે હસતા મોઢે બાળકને જન્મ આપવાની પીડા ભોગવતી હોય છે. તે તદ્દન સાચું છે કે સ્ત્રીઓ પાસે પુરુષોની તુલનામાં સામનો કરવાની ક્ષમતા વધારે હોય છે.

Image Source

માતા બનવું એક સ્ત્રીના જીવનનો એક ખૂબ જ સુંદર અનુભવ છે, જેને ક્યારેય પણ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. જો કે જન્મ આપવો એક કોઈ સરળ વાત નથી. ગર્ભધારણ કરવાથી લઈને જન્મ આપવા સુધીનો સફર એક સ્ત્રી માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો હોય છે, અને આ દરમ્યાન તે કેટલુંય દુઃખ સહન કરે છે. એમાં પણ જયારે પ્રસવની પીડા ઉપડે ત્યારે સૌથી વધુ દર્દ થતું હોય છે.

Image Source

પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ શક્તિશાળી હોય છે:

આ એક એવો સમય છે જ્યારે સ્ત્રી કોઈ પણ પુરુષ કરતાં વધુ પીડા સહન કરે છે. કેટલાક ક્ષેત્રોમાં ભારતમાં મહિલાઓની સ્થિતિ હજી પણ ખૂબ જ નબળી છે. હજી પણ કેટલાક લોકો સ્ત્રીઓને નાજુક અને નમણી માનતા હોય છે. આ માનસિકતાવાળા લોકોની સંખ્યા આપણા દેશમાં હજુ પણ ઘણી છે. પરંતુ આવા લોકો જાણતા નથી કે સ્ત્રીઓ કરતાં વધુ શક્તિશાળી આ દુનિયામાં કોઈ નથી. મહિલાઓ જેટલી સહનશક્તિ કોઈમાં નથી ને તેથી જ સ્ત્રીઓને મહાન ગણવામાં આવે છે.

Image Source

મોટાભાગની પીડા તો તેને ત્યારે જ થતી હોય છે જ્યારે તે ગર્ભવતી હોય છે. આ પીડા જેમ મહિનાઓ વધે તેમ તેમ પીડા પણ વધતી જાય છે. સગર્ભા સ્ત્રીઓમાં, પીડા, ઉલ્ટી અને નબળાઈ જેવી સમસ્યાઓથી વધારે પીડાય છે. આ હોવા છતા, તે ગર્ભાશયમાં રહેલ બાળકનું સંપૂર્ણપણે ધ્યાન પણ રાખે છે. અને તે તેનો પ્રયાસ છે કે બાળકને કોઈપણ પ્રકારના પીડા ન થાય.

Image Source

ડિલિવરી સમયે 200 હાડકાં તૂટે તેટલું દર્દ થતું હોય છે:

પ્રસવની પીડા દરેક મહિલાઓ માટે જુદી-જુદી હોય છે. ડોકટરોનું કહેવું છે કે પ્રસવની પીડા મોટેભાગે માનસિક હોય છે. એ સાચું છે કે એક સ્ત્રીને પ્રસવ દરમ્યાન દર્દ થાય છે, પરંતુ જો એના મનમાં એ વાત બેસી ચુકી હોય કે બાળકના જન્મ વખતે ખૂબ જ દુખશે તો એને વધારે દુખે છે.

Image Source
આવા વિચારો સાથે એક માતા માટે બીજે કશે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ થઇ જાય છે અને એટલે જ તેમની ડિલિવરી વધુ દર્દનાક હોય છે. 9 મહિના પછી જ્યારે તે તેના બાળકને જન્મ આપે છે ત્યારે તને અસહ્ય પીડા થાય છે તે વિશે આપણે વિચારી પણ શકતા નથી. જ્યારે કોઈ વ્યક્તિનના હાડકાં તૂટી જાય છે, ત્યારે જે દર્દ થાય એ જ દર્દ ડિલિવરી સમયે એક મહિલાને થતું હોય છે.

Image Source

તમને એ જાણીને વધારે આશ્ચર્ય થશે કે એક સ્ત્રીને ડિલિવરી સમયે, 200 હાડકાં એકસાથે તૂટી જવા જેવી પીડા છે. તેથી જ એવું કહેવાય છે કે માતાનું સ્થાન ભગવાન કરતા વધારે છે અને હંમેશાં આદર કરવો જોઈએ. કારણ કે દુનિયામાં માતા તમને જે દુઃખ સહન કરીને લાવે છે, તે તમે ક્યારેય સહન કરી શકતા નથી. કોઈ પણ માતાનું ઋણ ચૂકવી શકે નહીં. ભારતની દરેક માતાને ગુજ્જુરોક્સ સલામ કરે છે!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks