પિતાના હત્યારાઓને સજા આપવા દીકરો બન્યો IAS ! જોરદાર છે આખી સ્ટોરી

Bajrang Yadav Cracked UPSC Exam :’કોન કહેતા હે કી આસમાન મેં સુરાખ નહિ હોતા, એક પત્થર તો તબિયત સે ઉછાલો યારો.’ આ માત્ર કહેવત નથી પરંતુ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં રહેતા ગુદડીના લાલ બજરંગ યાદવની કહાની છે. બજરંગે દેશની સર્વોચ્ચ સિવિલ સર્વિસની પરીક્ષા 454 રેન્ક સાથે પાસ કરી છે અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. બજરંગ યાદવ માટે UPSC પરીક્ષામાં સફળતાની સફર આસાન ન હતી.

પિતાના અવસાન બાદ તેણે નક્કી કર્યું કે તેને UPSC પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બનવું છે. આજતક સાથેની ખાસ વાતચીતમાં તેણે કહ્યું, ‘મારા પિતા રાજેશ યાદવ વ્યવસાયે ખેડૂત હતા. તે ગામમાં ખેતીની સાથે ગરીબ અને અસહાય લોકોને મદદ કરતા હતા. કેટલાક શક્તિશાળી લોકોને મારા પિતાનું આ કામ પસંદ ન આવ્યું અને 2020માં મારા પિતાની કાવતરું રચીને હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાએ મને હચમચાવી નાખ્યો,

ત્યારપછી મેં IAS બનવાનું નક્કી કર્યું. ખરેખર બજરંગની મહેનત રંગ લાવી અને તેણે દેશભરમાં UPSC પરીક્ષામાં 454મો રેન્ક મેળવ્યો. UPSC પરીક્ષા 2022માં બહાદુરપુર ક્ષેત્રના ઘોબહટ ગામ નિવાસી બજરંગ પ્રસાદ યાદવે 454મો રેન્ક મેળવ્યો છે. બજરંગની માતા કુસુમકલા ઘોબહટ ગ્રામ પંચાયતના ગ્રામ્ય વડા છે. બજરંગને 4 ભાઈઓ અને એક બહેન છે. બે મહિના પહેલા જ બહેન દેશની સેવા કરવા માટે આર્મીમાં મટિરિયલ આસિસ્ટન્ટ તરીકે જોડાઈ છે.

બજરંગની આ સફળતા પર દાદી રેશ્મા દેવી, કાકા દિનેશ યાદવ, કાકા ઉમેશ યાદવ, કાકી સુમનદેવી અને મંજુ દેવીએ ખુશી વ્યક્ત કરી. બજરંગ પ્રસાદ યાદવે પ્રાથમિક શિક્ષણ ગામમાંથી જ લીધુ હતુ. વર્ષ 2019માં તેણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી B.Sc મેથ્સ કર્યું અને દિલ્હીમાં UPSCની તૈયારી કરી રહ્યો હતો. બજરંગની આ સફળતા બાદ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજ તક સાથેની વાતચીતમાં બજરંગે કહ્યું કે મારો ઉદ્દેશ્ય ગરીબ અને લાચાર લોકોની સેવા કરવાનો છે. તેણે કહ્યું કે મારા પિતા સાથે બનેલી ઘટનામાં મેં જોયું કે ગરીબ અને લાચાર લોકોની મદદ માત્ર એક મોટો અધિકારી કરી શકે છે. દરેક વ્યક્તિ કોઈ એક મુદ્દાને ઉકેલવા માટે આઈએએસ નથી બની શકતો, પરંતુ વ્યક્તિ આઈએએસ બનીને ઘણી સમસ્યાઓ હલ કરી શકે છે.

Shah Jina