લગ્નની ખુશીઓ મોતની ચીસોમાં ફેરવાઇ ગઈ, એક જ પરિવારના 8 લોકોના મૃત્યુ, આટલા બાળકો પણ શામેલ હતા

એક બાજુ લગ્નની શરણાઈઓ અને બીજી બાજુ એક જ પરિવારનાં 8-8 લોકોનાં ભયાનક મોત, તસવીરો જોતા જ ધ્રુજી જશો

દેશભરમાંથી અનેક ભયંકર અને ખૌફનાક અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર આખો પરિવાર અકસ્માતનો શિકાર બનતો હોય છે અને મોતને ભેટતો હોય છે. ઘણીવાર અકસ્માતને કારણે કોઇ ઘરમાં ખુશીનો પ્રસંગ હોય તો પણ ત્યાં માતમ છવાઇ જતો હોય છે. હાલમાં આવા જ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જ પરિવારના 8 લોકો મોતને ભેટ્યા છે. ટ્રેલર અને કાર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો અને આ અકસ્માત એટલો ભયંકર હતો કે લાશો કારની અંદર ખરાબ રીતે ફસાઇ ગઇ હતી.

ઘણી મશક્કત બાદ લાશને કારમાંથી બહાર કાઢવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે અકસ્માતનો શિકાર થયેલા બધા લોકો એક જ પરિવારના હતા અને લગ્નમાં સામેલ થવા માટે જઇ રહ્યા હતા. જે કારમાં બેસી આ પરિવાર જઇ રહ્યો હતો તેની રસ્તામાં ટ્રક સાથે જોરદાર ટક્કર થઇ અને તેને કારણે 6 લોકોનુ ત્યાં જ મોત થઇ ગયુ. જયારે અન્ય ધાયલોને નજીકની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જો કે, સારવાર દરમિયાન તેમની પણ મોત થઇ ગઇ.

આ ખૌફનાક અકસ્માત સોમવારના રોજ મોડી રાત્રે ગુધામલાની વિસ્તારના મેગા હાઇવે પર આવેલ બીટા ગામની બહાર થયો હતો. જે 8 લોકોના મોત થયા છે, તેમાં બે બાળકો પણ છે. મૃતક જાલોરના સાંચોરમાં સેવડી ગામના રહેવાસી હોવાનુંકહેવામા આવી રહ્યા છે. તેઓ બાડમેરના ગુધામલાનીમાં લગ્નમાં સામેલ થવા માટે ગયા હતા પરંતુ લગ્નની ખુશી 8 લોકોના મોતથી માતમમાં ફેલાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં કારનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ અકસ્માતમાં પૂનમારામ પુત્ર ઢીમારામ, પ્રકાશ પુત્ર પેમારામ, મનીષ પુત્ર પૂનમારામ, પ્રિંસ પુત્ર માંગીલાલ, ભાગીરથરામ પુત્ર પોકરારામ અને પૂનમારામ પુત્ર ભગવાનારામ નિવાસી ખારા જાલોર સહિત 6 લોકોનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયુ હતુ, જયારે માંગીલાલ પુત્ર નૈનારામ અને બુદ્ધરામ પુત્ર કાનારામનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. પ્રકાશ પુત્ર હરજીરામ વિશ્નોઇ ગંભીર ધાયલ છે, જેની સાંચોરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જાનમાં સામેલ લોકો કાંધીની ઢાણી જઈ રહ્યા હતા. 8 કિમી પહેલા અકસ્માત થઇ ગયો,  અકસ્માત એટલો ભયાનક હતો કે ફસાયેલા લોકોને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા. લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. પોલિસ અનુસાર જાન બાડમેર જિલ્લાના ગુડામલાની, કાંધીની ઢાણી જઈ રહી હતી. આ દરમિયાન ગુડામલાણી હાઈવે પર બાટા ફાટે પાસે કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઇ.

Shah Jina