અંબાણી પ્રિવેડિંગનો છેલ્લો દિવસે બચ્ચન અને રજનીકાંતે મારી જામનગરમાં જોરદાર એન્ટ્રી, જુઓ

Anant-Radhika Pre Wedding : આ દિવસોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી આ કપલની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ છે, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો.

આજે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ તેમની પુત્રી સાથે રવાના થયા છે. સૈફ અલી ખાને પણ પત્ની કરીના કપૂર અને પુત્ર તૈમુર અલી સાથે લગ્ન પહેલાની સેરેમનીમાં હાજરી આપી હતી.

તમને જણાવી દઈએ કે જામનગરમાં મુકેશ અંબાણીના લાડલા અનંત અંબાણીના પ્રી-વેડિંગનો આજે છેલ્લો દિવસ છે. આ ઇવેન્ટને લીધે જામનગરના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરેલું છે. બિગ બી, સંજય દત્ત, સાઉથના દિગ્ગજ રજનીકાંત જેવા સુપરસ્ટાર્સ આજે જામનગરના મહેમાન બન્યા છે. સાથે જ કેટલાક સ્ટાર્સ પાછા મુંબઈ જવા પણ રવાના થઈ ગયા છે.

આજે રિતેશ દેશમુખ, દિલજીત દોસાંજ સહિત સ્મૃતિ ઈરાની, બિઝનેસમેન આઈક ડેવિડ, સંજય ગોએન્કા જામનગરથી રવાના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે વર્ષોથી અમિતાભ બચ્ચન અને અંબાણી પરિવાર વચ્ચે ગાઢ સંબંધ છે. મુકેશ અંબાણીની મોસ્ટલી ઈવેન્ટ્સમાં BigB હાજરી આપએ છે. આ પહેલા અમિતાભ બચ્ચન પણ તેમના પરિવાર સાથે ઈશાના લગ્નમાં આવ્યા હતા, તે સમયે તેમણે મહેમાનોને ભોજન પણ પીરસ્યું હતું.

આ સમયે બોલિવૂડ સેલિબ્રિટીઓ, ક્રિકેટરો તેમજ અનેક બિઝનેસમેન સહિત દેશ-વિદેશના મહેમાનો ઉપસ્થિત હતા, જેમણે રિહાનાનું પર્ફોર્મન્સ નિહાળ્યું હતું. તો પહેલા દિવસનું ફંક્શન નિહાળ્યા બાદ અમુક ગેસ્ટ પરત પણ ફર્યા છે. બીજી તરફ મામ અનંતના પ્રિ-વેડિંગમાં ક્રિષ્ણા-આધ્યાનો નટખટ અંદાજ જોવા મળ્યો હતો. ઈશા અંબાણી બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી.

ગઈકાલે પૉપ સિંગર રિહાનાએ રંગ જમાવી દીધો. ગઈકાલની રાત તેને યાદગાર બનાવી દીધી. અંબાણી પરિવાર સાથે આ પ્રસંગમાં રહેલા મહેમાનો પણ રિહાનાના તાલ પર ઝુમતા જોવા મળ્યા. અંબાણીના પ્રસંગમાં પર્ફોમન્સ આપ્યા બાદ રિહાના પોતાના દેશમાં પરત જવા માટે પણ નીકળી ગઈ.

ઇન્ટરનેશનલ પોપ સિંગર વહેલી સવારે એરપોર્ટ પર સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. આ સમય દરમિયાન રિહાના શકાય બ્લુ રંગના દુપટ્ટા સાથે ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. તેણે કાળા જૂતા પહેર્યા હતા.

રિહાના પાસે એક પેઇન્ટિંગ પણ હતું જેના પર “થેક્સ” લખેલું હતું. રિહાના ખૂબ જ ખુશ દેખાતી હતી. તેને જામનગર એરપોર્ટથી નીકળતા પહેલા પેપ્સ માટે ઘણા બધા પોઝ પણ આપ્યા હતા.  આ સમય દરમિયાન દરેકની નજર રિહાના પર ટકેલી હતી અને દરેક તેની સાથે એક તસવીર ક્લિક કરવા માટે બેતાબ હતા.

18 મહિનામાં જ ઘટાડી દીધું હતું 108 કિલો વજન, તો હવે ફરી હતો એવો કેમ થઇ ગયો અનંત ? જાણો બધું જ – નીચેના વીડિયોમાં જુઓ રસપ્રદ માહિતી

YC