ભારતને હરાવીને ઈતિહાસ રચનાર બાબર આઝમની છે રસપ્રદ કહાની, જીત બાદ મેદાનમાં રડી પડ્યા પિતા

પાકિસ્તાન જીત્યું છતા બાબર આઝમના પિતા રડવા લાગ્યા

પેટા- રેકોર્ડમાં કોહલીને બરાબરની ટક્કર આપી રહ્યો છે બાબર
ભારતીય ટીમને રવિવારે T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું. આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાને વર્લ્ડ કપની મેચમાં ભારતને હરાવ્યું હોય. પાકિસ્તાનની આ જીતના હીરો બાબર આઝમ હતો, જેમના નેતૃત્વમાં પાકિસ્તાને આ ઈતિહાસ રચ્યો હતો. બાબર આઝમે શાનદાર ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી.

બાબર પાકિસ્તાનની બેટિંગની નવી ઓળખ બન્યો
પાકિસ્તાન હંમેશા સૌથી ઝડપી બોલર પેદા કરનાર દેશ તરીકે ઓળખાય છે. ઇમરાન ખાન, વસીમ અકરમ, વકાર યુનુસ જેવા ખેલાડીઓ પાકિસ્તાનથી જ આવ્યા છે, પરંતુ જ્યારથી બાબર આઝમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો છે ત્યારથી તે સતત રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. બાબર આઝમની જબરદસ્ત બેટિંગને કારણે તેની સરખામણી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે.

બાબર પાકિસ્તાનના પંજાબથી આવે છે
બાબર આઝમ પંજાબ પ્રાંતમાંથી આવે છે જે પાકિસ્તાનનો ભાગ છે અને લાહોરનો રહેવાસી છે. પાકિસ્તાન ક્રિકેટ રમી ચૂકેલા અદનાન અકમલ, કામરાન અકમલ અને ઉમર અકમલ વર્તમાન કેપ્ટન બાબર આઝમના પિતરાઈ ભાઈ છે. આવી સ્થિતિમાં, બાબર આઝમના પરિવારમાં ક્રિકેટ પહેલેથી જ છે અને તેના પરિવારના સભ્યો પાકિસ્તાન માટે રમી રહ્યા છે.

15 ઓક્ટોબર 1994ના રોજ પંજાબી પરિવારમાં જન્મેલા બાબર આઝમનું પ્રારંભિક શિક્ષણ લાહોરમાં થયું હતું. લગભગ 13 વર્ષની ઉંમરે, તેમણે પાકિસ્તાનના પ્રખ્યાત ગદ્દાફી સ્ટેડિયમ જવાનું શરૂ કર્યું, જ્યાં તેઓ શરૂઆતમાં બોલ બોય તરીકે જોડાયેલો હતો. તે પછી બાબર આઝમ ક્રિકેટ એકેડમીમાં જોડાયો અને નાના સ્તરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.

બાબર આઝમના પ્રારંભિક કોચ રાણા સાદિક હતા, તેમની પાસેથી શીખ્યા પછી તરત જ, બાબર આઝમ પાકિસ્તાન અંડર -19 કેમ્પમાં જોડાયો અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નહીં. બાબર આઝમે 16 વર્ષની ઉંમરે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું હતું, વર્ષ 2015માં 21 વર્ષની ઉંમરે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

બાબર રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યો છે:
આ સમયે બાબર આઝમની તુલના વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીનો સિક્કો ચાલી રહ્યો છે, દરેક રેકોર્ડ તેના નામે છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં બાબર આઝમે પોતાનું નામ બનાવ્યું છે અને સતત તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. બાબર આઝમનું નામ હવે ODI, T20માં સૌથી ઝડપી રન બનાવવાના મામલામાં પણ આવી ગયું છે.

  • કુલ T20: 62, રન 2272, સરેરાશ 48.34, સદી 1
  • કુલ વનડે: 83, રન 3985, સરેરાશ 56.92, સદી 14
  • કુલ ટેસ્ટ: 35, રન 2362, સરેરાશ 42.94, સદી 5

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પાકિસ્તાન માટે રચ્યો ઈતિહાસ, પિતા બન્યા ભાવુક
બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાને તે કરી બતાવ્યું જે તે ક્યારેય ન કરી શક્યું નહતું. વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું છે. 2007 થી 2016 સુધીના ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 5 મેચ હતી, ભારતે તમામ પાંચમાં જીત મેળવી હતી. આ સિવાય 50 ઓવરના વર્લ્ડ કપમાં 7 મેચ રમાઈ હતી અને દરેકમાં ભારત જીત્યું હતું. પરંતુ હવે પાકિસ્તાને 2021ની મેચમાં ભારતને હરાવ્યું છે. જ્યારે આ જીત દુબઈમાં થઈ ત્યારે બાબર આઝમના પિતા પણ ત્યાં હાજર હતા અને તેઓ આ જીતથી ભાવુક થઈ ગયા હતા.

YC