બાબા વેંગાની ભવિષ્યવાણીથી મચી ગયો છે હડકંપ, ભારતમાં ભૂખમરો આવશે, જુઓ શું શું કહ્યું

સાચી ભવિષ્યવાણી કરનાર બાબાએ કર્યો નવો ધડાકો, 2022માં ભારતમાં દુકાળ જેવી સ્થિતિ…જાણો અંદરની વાત

દુનિયાભરમાં એવા ઘણા ભવિષ્યવક્તા છે જેની ભવિષ્યવાણીઓને પહેલાના સમયમાં ખોટી જણાવવામાં આવી પરંતુ સમય આવવા પર તે પૂરી રીતે સાચી સાબિત થઇ. મશહૂર ભવિષ્યવક્તા બાબા વેંગા પણ તેમાંથી જ એક છે. છેલ્લા ઘણા સમયથી તેમની ભવિષ્યવાણીઓ ચર્ચામા છે. ભારતને લઇને પણ તેમણે કેટલીક ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યુ હતુ કે, વર્ષ 2022માં ભારતમાં અકાળ જેવી સ્થિતિ પેદા થઇ શકે છે.આ અકાળવાળી ડરામણી ભવિષ્યવાણીએ બધાને ચિંતામાં નાખી દીધા છે.

આનું કારણ એ પણ છે કે બાબા વેંગાએ વર્ષ 2022માં જે પણ ભવિષ્યવાણી કરી હતી તેમાંથી અત્યાર સુધી બે સાચી થઇ ચૂકી છે. બુલ્ગારિયાના પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગાએ આ વર્ષ માટે કુલ 6 ભવિષ્યવાણીઓ કરી હતી. જે આવનારા મહિનાઓમાં સાચી પડી શકે છે.વર્ષ 2022 માટે બાબા વેંગાએ 6 ભવિષ્યવાણીઓ કરી હતી અને આમાંથી અત્યાર સુધી 2 તો સાચી પડી છે. જે બાદ લોકોને આશંકા છે કે આવનારા સમયમાં તેમની ચાર ભવિષ્યવાણીઓ પણ સાચી પડી શકે છે.

બાબા વેંગાએ 2022 માટે કેટલાક એશિયાઇ દેશો અને ઓસ્ટ્રેલિયામાં પૂરની ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઇ. કેટલાક સમય પહેલા ઓસ્ટ્રેલિયામાં જે હાલત થઇ હતી, જ્યારે પાકિસ્તારનમાં પણ પૂરથી સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી અને આ દરમિયાન 1000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ ઉપરાંત બાબા વેંગાએ કેટલાક શહેરોમાં પાણીની કમીની પણ ભવિષ્યવાણી કરી હતી. હાલના સમયમાં પૂર્તગાલને પાણીની કમીની સમસ્યાથી ઝઝૂમવું પડી રહ્યુ છે. જ્યારે ઇટલીમાં સૂખાની સમસ્યા છે.

બાબા વેંગાની વર્ષ 2022માં કોરોના વાયરસ બાદ એક નવા ઘાતક વાયરસની પણ ભવિષ્યવાણી કરાઇ છે, જેની શરૂઆત સાઇબેરિયાથી થઇ શકે છે. આ ઉપરાંત બાબા વેંગાએ એલિયન હુમલા, તીડ આક્રમણ અને ભૂખમરા જેવી સ્થિતિ તેમજ વર્ચુઅલ રિએલટીમાં વૃદ્ધિની કમીની પણ ભવિષ્યવાણી કરી છે.બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2022માં ભારતમાં ભૂખમરા જેવી સ્થિતિ પણ આવવાની ભવિષ્યવાણી કરી છે. બાબા વેંગાએ કહ્યુ હતુ કે, વર્ષ 2022માં દુનિયાભરના દેશોમાં તાપમાનમાં ઘટાડો થશે અને તેનાથી તીડનો હુમલો વધશે,

જેની ઊંડી અસર ભારત પર થશે અને અહીં પાક બરબાદ થવાને કારણે ભૂખમરા જેવી સ્થિતિ થઇ શકે છે. જણાવી દઇએ કે, બાબા વેંગા એક દ્રષ્ટિહીન દિવ્યાંગ મહિલા હતા, જે બુલ્ગેરિયામાં રહેતા હતા. 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની જતી રહી હતી. ઘણી પુસ્તકોમાં દાવો કરવામાં આવ્યો છે કે આંખ ગયા બાદ ઇશ્વરે તેમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી. જે બાદ તેમણે પૂરી દુનિયાને લઇને ભવિષ્યવાણી કરી હતી.

Shah Jina