પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અંગે સવાલ પૂછતાં ભડક્યા બાબા રામદેવ, કહ્યું “ચૂપ થઇ જા, આગળ બોલીશ તો ઠીક નહીં થાય..” જુઓ વીડિયો

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવના કારણે હાલ આખો દેશ પરેશાન થઇ રહ્યો છે, ત્યારે આ મામલામાં રાજકારણીઓ પણ ચૂપ છે, ત્યારે હાલમાં આ મુદ્દાને લઈને બાબા રામદેવને પત્રકારોએ સવાલ પૂછ્યો હતો, જેના બાદ બાબા રામદેવ પણ પત્રકારો ઉપર ભડક્યા હતા, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

હરિયાણાના કરનાલ પહોંચેલા યોગ ગુરુ બાબા રામદેવ બુધવારે મીડિયાના સવાલો પર ગુસ્સે થઈ ગયા. બાબા રામદેવને જ્યારે મોદી સરકાર બનશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ 40 રૂપિયા પ્રતિલીટર અને LPG સિલિન્ડર 300 રૂપિયામાં મળશે તેવા તેમના જૂનાં દાવાઓ અંગેના સવાલ પૂછ્યા તો તેમને પહેલા આડાઅવળા જવાબો આપ્યા અને પત્રકારોના સવાલોને ટાળવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેમાં સફળતા ન મળી તો બાબા રામદેવ ગુસ્સે થઈ ગયા અને વિચિત્ર જવાબ આપવા લાગ્યા. આટલું જ નહીં બાબા રામદેવે કહ્યું- “હવે ચુપ થઈ જાવ, નહીંતર સારું નહીં રહે.”

રામદેવે પત્રકારને ચૂપ રહેવાની સૂચના આપી અને કહ્યું “શું મારી પૂંછડી ઉખડી જશે? શું મેં તમારા (મીડિયાના) પ્રશ્નોના જવાબ આપવા માટે કોઈ કોન્ટ્રાક્ટ લીધો છે? તે શું કરશે? ચુપ રહો. તમે આગળ કંઈ પૂછો તો તે યોગ્ય નહિ થાય. હરદેવ જોશી જર્નાલિઝમ યુનિવર્સિટીના વીસી અને ભૂતપૂર્વ પત્રકાર ઓમ થાનવીએ રામદેવના ભડકેલા વીડિયોને રીટ્વીટ કરતા તેમની ભાષા પર સવાલ ઉઠાવ્યા છે.

રામદેવે કહ્યું કે દરેકે વધુ મહેનત કરવી જોઈએ. સરકાર કહે છે કે તેલની કિંમત ઓછી હશે તો ટેક્સ નહીં મળે તો દેશ કેવી રીતે ચલાવશે. તમે સેનાને કેવી રીતે ચૂકવણી કરશો, તમે રસ્તો કેવી રીતે બનાવશો? હા, ફુગાવો ઘટવો જોઈએ, હું સંમત છું… બંને બાજુ છે. પરંતુ વધુ મહેનત કરો. સન્યાસી હોવાને કારણે હું સવારે ચાર વાગ્યે ઉઠું છું અને રાત્રે દસ વાગ્યા સુધી કામ કરું છું.

Niraj Patel