આખરે બાબા કા ઢાબાના બાબાએ સ્વીકારી લીધું કે તેમનો વીડિયો બનાવનાર યુટ્યુબર ચોર નથી, બે હાથ જોડીને વીડિયોમાં માંગી માફી, જુઓ

ગયા વર્ષે આખી દુનિયાની અંદર એક નામ ખુબ જ ફેમસ થઇ ગયું હતું, અને તે હતું “બાબા કા ઢાબા”. ગુગલ ઉપર પણ આ સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું હતું, દેશભરમાંથી બાબાની કહાની સાંભળી અને લોકો મદદ માટે આગળ આવ્યા હતા, ઘણા લોકો તેમના ઢાબા ઉપર પણ મુલાકાત લેવા માટે જવા લાગ્યા. જેની પાછળનું કારણ હતું એક યુટ્યુબ વીડિયો.

યુટ્યુબર ગૌરવ વાસન દ્વારા “બાબા કા ઢાબા”નો એક વીડિયો બનાવ્યો અને તે ખુબ જ વાયરલ થઇ ગયો હતો. પરંતુ થોડા સમય બાદ બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદે યુટ્યુબર ગૌરવ વાસન વિરુદ્ધ પોલીસમાં કેસ પણ દાખલ કરાયો અને તેના વિરુદ્ધ પૈસાની છેતરપીંડીનો મામલો પણ દાખલ કરાવ્યો હતો.

પરંતુ હાલમાં ફરીવાર બાબા ચર્ચામાં આવી ગયા છે. બાબાએ તેમને મળેલી મદદમાંથી એક રેસ્ટોરન્ટ પણ શરૂ કર્યું હતું, પરંતુ હવે કાંટા પ્રસાદ જુના બાબા કા ઢાબા ઉપર આવી ગયા છે. અને અહિયાંથી તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે યુટ્યુબર ગૌરવ વાસનની માંફી માંગતા પણ જોઈ શકાય છે.

આ વીડિયોની અંદર તે જણાવી રહ્યા છે છે કે, “ગૌરવ વાસન.. એ છોકરો કોઈ ચોર નથી. ના અમે એને ક્યારેય ચોર કહ્યું છે. બસ અમારાથી એક ચૂક થઇ ગઈ. અમે તેના માટે માફી માંગીએ છીએ. અને જનતા જનાર્દનને કહીએ છીએ કે જો કોઈ ભૂલ થઇ ગઈ હોય તો અમને માફ કરો.” બાબાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Wasan (@youtubeswadofficial)

તો બીજી તરફ ગૌરવ વાસને ઇન્સ્ટાગ્રામ ઉપર આ સમગ્ર ઘટનાક્રમને જોતા તેનો જવાબ પણ આપ્યો છે. તેને ફક્ત એક જ શબ્દ લખ્યો છે, “કર્માં” યુઝર્સ પણ બાબાના આ વીડિયો જોઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જુઓ બાબા દ્વારા વીડિયોમાં શું કહેવામાં આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel