13 વર્ષની ઉંમરમાં કરિયર શરૂ કરનાર આ અભિનેત્રીએ લગ્ન માટે અપનાવ્યો ઇસ્લામ, સર્જરીને લઇને થઇ ટ્રોલ

ભાઈજાનની હિરોઈન મુસ્લિમ નેતાને પરણી ગઈ, જુઓ અત્યારે આવી થઇ ગઈ

આયશા ટાકિયા બોલિવુડની ચર્ચિત અભિનેત્રી રહી છે. જો કે, તે તેની ફિલ્મોથી વધારે તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે. ઘણીવાર તે સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો શિકાર થઇ છે. લોકોએ તેને પ્લાસ્ટિક સર્જરી માટે પણ ઘણીવાર ટ્રોલ કરી હતી. આયશાએ 13 વર્ષની ઉંમરે તેના કરિયરની શરૂઆત કરી હતી.તેણે શાહિદ કપૂર સાથે એક એનર્જી ડ્રિંકની એડ કરી હતી જેને ઘણી પસંદ કરવામાં આવી હતી.

ટીવી એડ બાદ તે ફાલ્ગુની પાઠકના મ્યુઝિક વીડિયો ‘મેંને પાયલ હે છનકાઇ’માં જોવા મળી હતી. તે બાદ વર્ષ 2004માં તેણે “સોચા ના થા” નામની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ. આયશાનું કરિયર વધારે લાંબુ ન ચાલી શક્યુ. તેણે વર્ષ 2009માં લગ્ન કર્યા અને વર્ષ 2010માં પ્રેગ્નેટ થયા બાદ તેણે ફિલ્મો છોડી દીધી. પ્રેગ્નેંસીએ તેના કરિયર પર બ્રેક લગાવી દીધી.

આયશા ટાકિયાએ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે. ફરહાન સમાજવાદી પાર્ટીના નેતા અબૂ અસીમ આઝમીના દીકરા છે. આયશાએ મુસ્લિમ પરિવારમાં લગ્ન કર્યા હતા, જેને લઇને તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. જો કે, આયશાની માતા પણ મુસ્લિમ અને પિતા ગુજરાતી હિંદુ હતા.

આયશાનો જન્મ 9 એપ્રિલ 1986ના રોજ મુંબઇમાં થયો હતો. તેણે સેંટ એંથની ગર્લ્સ હાઇ સ્કૂલથી તેની સ્કૂલિંગ પૂરી કરી હતી. તે એડમાં ‘કોમ્પ્લાન ગર્લ’ બનીને ઘણી ચર્ચિત થઇ હતી.વર્ષ 2004માં તે “ટાર્ઝન : ધ વંડર કાર”માં જોવા મળી હતી. તે બાદ તેણે સલમાન ખાન સાથે ફિલ્મ “વોન્ટેડ” કરી હતી, તે બાદ તે “વોન્ટેડ ગર્લ”ના નામે મશહૂર થઇ હતી. તે છેલ્લે વર્ષ 2013માં “આપ કે લિએ હમ”માં જોવા મળી હતી.

આયશા તેની સર્જરીને કારણે ઘણી ટ્રોલ થઇ હતી. આયશાની સર્જરીને ચાહકોએ પસંદ કરી ન હતી અને આ કારણે જ અભિનેત્રીને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતુ. લિપ સર્જરીને લઇને આયશા ટ્રોલ થઇ તો તેણે એ કહીને વિવાદ પર વિરામ લગાવ્યો કે જે તસવીરો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે તે ફોટોશોપ્ડ છે. 90ના દાયકામાં આયશાએ કેટલાક મ્યુુઝિક વીડિયોમાં કામ કર્યુ હતુ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં “વોન્ટેડ ગર્લ” નામથી જાણિતી અભિનેત્રી આયશા ટાકિયા તેની ખૂબસુરતી માટે જાણિતી છે. પરંતુ ખૂબસુરત આયશા ટાકિયા ઘણીવાર તેની ફેશિયલ સર્જરીને લઇને ટ્રોલ થઇ ચૂકી છે. છેલ્લા દિવસોમાં તેને લિપ સર્જરી પર ઘણુ ટ્રોલ થવુ પડ્યુ હતુ. જેના પર હાલમાં જ અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી હતી.

અભિનેત્રીનો પૂરી રીતે બદલાયેલ ચહેરો જોઇ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અને અજીબ ગરીબ સવાલ કરી રહ્યા છે. આયશા ટાકિયાની તસવીરો અને વીડિયો સામે આવા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. એક યુઝરે લખ્યુ કે, છી.. પોતાના ચહેરા સાથે તેણે શું કરી લીધુ. આ પહેલા ઘણી સુંદર હતી. ત્યાં જ બીજા એક યુઝરે લખ્યુ કે, તમે તમારો ચહેરો બરબાદ કરી લીધો.

તમને જણાવી દઇએ કે, અભિનેત્રી ઘણા સમયથી તેના બદલાયેલા ચહેરાને કારણે ટ્રોલિંગનો શિકાર થઇ રહી છે. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે, હું ખૂબ જ ટ્રોલિંગ સહન કરી રહી છું. લોકો કેટલીક વાર પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઇને ટ્રોલ થાય છે. હું તો બસ એ જ કહેવા માંગીશ કે બધા માણસ અલગ હોય છે અને તેમની પોતાની ખાસિયત હોય છે. લોકોને એ સમજવું જોઇએ.

સલમાન ખાનની અભિનેત્રી આયશા વર્ષ 2017માં એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહી હતી. આયશાનો ચહેરો તે  દરમિયાન લોકોને મોટો લાગી રહ્યો હતો અને તેના હોઠ પર ઘણા મોટા લાગી રહ્યા હતા. તેને જોઇને બધાને એવું લાગી રહ્યુ હતુ કે તેણે લિપ સર્જરી કરાવી છે.

આયશા ટાકિયાના વર્કફ્રંટની વાત કરીએ તો, આયશાએ વર્ષ 2004માં ફિલ્મ “ટાર્ઝન ધ વંડર કાર”થી શરૂઆત કરી હતી. તે બાદ તે વોન્ટેડ, ટાર્ઝન, શાદી નંબર 1, ડોર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

Shah Jina