20 વર્ષિય અવનીત કૌરે ખરીદી કરોડોની કિંમતની લગ્ઝરી રેન્જ રોવર કાર, કિંમત સાંભળી રહી જશો હેરાન, જુઓ તસવીરો

ટીવી એક્ટ્રેસ અવનીત કૌર તેની સોશિયલ મીડિયા પોસ્ટ માટે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. અવનીત માત્ર અભિનયમાં જ કમાલ નથી, પરંતુ તેની ફેશન સેન્સ પણ કમાલની છે. અવનીતે તેના ઘણા ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને દરેક વખતે તે પોતાના લુક્સથી ચાહકોનું દિલ જીતી લે છે.ટીવી અભિનેત્રી અવનીત કૌરે ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અવનીત પોતાની તસવીરો દ્વારા હેડલાઈન્સમાં રહે છે.

અવનીત કૌરે ખૂબ મહેનત કરીને પોતાની કમાણીથી પોતાની પહેલી કાર ખરીદી છે, જેની તસવીરો તેણે તેના ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં તેની સાથે તેનો આખો પરિવાર જોવા મળી રહ્યો છે. એક વીડિયોમાં તે તેના પિતા સાથે કેક કાપતી પણ જોવા મળી રહી છે. પોતાના ચાહકોને ખુશખબર આપતા અવનીતે કહ્યું કે તેણે સફેદ રંગની રેન્જ રોવર કાર ખરીદી છે. જો કે, તેણે કારની કિંમત વિશે કોઇ વાત નથી કરી પરંતુ કેટલાક રીપોર્ટ અનુસાર કારની કિંમત લગભગ 2થી 4 કરોડ રૂપિયા છે.

તસવીરો શેર કરતા અવનીતે કેપ્શનમાં લખ્યું છે કે, આ વર્ષ મારા સપના પૂરા કરવાનું વર્ષ છે. અવનીત કૌરે તેની બકેટ લિસ્ટમાંથી તેની એક ઈચ્છા પૂરી કરી છે અને અન્ય સપનાઓ પણ પૂર્ણ કરવા માટે તૈયાર છે. ટીવીથી ફિલ્મી દુનિયામાં આવવા માટે તૈયાર અવનીત કૌર માત્ર 20 વર્ષની છે. પરંતુ તેણે પોતાને એક અદ્ભુત રેન્જ રોવર કાર ગિફ્ટ કરી છે.

દરેક વ્યક્તિ પોતાની કાર ખરીદવા પર અવનીત કૌર પર ગર્વ અનુભવી રહી છે. ફેન્સ પણ કોમેન્ટ સેક્શનમાં તેને અભિનંદન આપી રહ્યા છે. ટોની કક્કર નેહા કક્કરે અવનીતની સિદ્ધિ પર પ્રતિક્રિયા આપી છે. નેહાએ કહ્યું કે તે અવનીત કૌર પર ગર્વ અનુભવી રહી છે. સાથે જ ટોની કક્કરે પણ તેને નવી કાર મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

અવનીત કૌર ટીવીનો જાણીતો ચહેરો છે. ખૂબ જ નાની ઉંમરમાં અવનીત કૌરે પોતાની એક સારી ઓળખ બનાવી છે. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ સિરિયલો આપી પરંતુ હવે તે એક ડગલું આગળ વધીને ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે. ખાસ વાત એ છે કે તેની પહેલી ફિલ્મ નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકાર સાથે છે. આ પહેલા પણ અવનીત ફિલ્મમાં જોવા મળી ચૂકી છે પરંતુ આ પહેલીવાર છે જ્યારે તે લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે. ફિલ્મનું નામ છે ટીકુ વેડ્સ શેરુ.

અવનીત ફિલ્મમાં ટીકુની ભૂમિકામાં છે અને તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ઈશ્ક ફરમતીમાં જોવા મળશે. અભિનેત્રી અવનીત કૌર ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક દાયકા કરતાં વધુ સમયથી છે. 2010માં, અવનીતે ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો. પરંતુ વિવિધતાએ તેને અભિનય ક્ષેત્રે લાવી. વરષ 2011માં તેને મેરી મા સિરિયલની ઓફર મળી. આ પછી તે એક પછી એક શોમાં જોડાતી ગઈ. પરંતુ તેમને સૌથી વધુ ઓળખ ચંદ્ર નંદિની અને અલાદ્દીનથી મળી.

કેઝ્યુઅલ સ્ટાઈલિશથી લઈને એથનિક લુક સુધી, અવનીત કૌર દરેક લુકમાં અદભૂત દેખાય છે. ટીવી સિરિયલો સિવાય અવનીત કૌર તેના મ્યુઝિક વીડિયો માટે પણ જાણીતી છે. અત્યારે અવનીત 20થી વધુ મ્યુઝિક વિડીયોમાં દેખાઇ ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

તમને જણાવી દઈએ કે અવનીત બોલિવૂડમાં પોતાની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહી છે. અવનીત ‘ટીકુ વેડ્સ શેરુ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે. બોલિવૂડ એક્ટ્રેસ કંગન રનૌત આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે.

Shah Jina