લો બોલો… આ રીક્ષા વાળાએ ટ્રાફિકથી બચવા માટે ફૂટ બ્રિજ પર ચઢાવી દીધી રિક્ષા, વીડિયો થઇ ગયો વાયરલ, જુઓ

Auto Driver Rides On Crowded Foot Over Bridge: આપણી આસપાસ રોજ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, કેટલીક ઘટનાઓ તો એવી પણ હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. તો સોશિયલ મીડિયામાં પણ એવા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં પણ કેટલીક અજીબોગરીબ ઘટનાઓ જોવા મળી જતી હોય છે. હાલ એક એવો જ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં એક રીક્ષા ચાલાક ટ્રાફિકથી બચવા માટે રિક્ષાને ફૂટ બ્રિજ પર ચઢાવી રહ્યો છે.

દિલ્હીની છે ઘટના :

આ મામલો દક્ષિણ દિલ્હીના હમદર્દ નગર લાલ બત્તીનો છે, જ્યાં સંગમ વિહાર ટ્રાફિક સર્કલ પર ભારે જામ હતો. તેનાથી બચવા માટે ઓટો ચાલકે રિક્ષાને ફૂટ ઓવર બ્રિજ પર ચઢાવી દીધી હતી. આ જોઈ ત્યાં હાજર લોકો પણ દંગ રહી ગયા હતા. ઓટો ડ્રાઈવરની આ કૃત્યને કોઈએ કેમેરામાં કેદ કરી લીધી અને વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો, જે બાદ મામલો વાયરલ થયો અને વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી.

ફૂટ ઓવર બ્રિજ પર ચઢાવી રીક્ષા :

આ ઘટના 3 સપ્ટેમ્બર, રવિવારની છે. સંગમ વિહાર ટ્રાફિક સર્કલ પર લાંબો જામ થયો હતો. લાંબા સમય સુધી ઓટો ડ્રાઈવરે જામ ખુલવાની રાહ જોઈ અને પછી તે ઓટો ફૂટ ઓવરબ્રિજ પર ચડાવવા લાગ્યો. નવાઈની વાત એ છે કે જે સમયે આ ઓટો ફૂટ ઓવરબ્રિજ પર લઇ જઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી ભીડ પણ પસાર થઈ રહી હતી. માહિતી મળ્યા પછી, પોલીસે કાર્યવાહી કરી અને આરોપી ઓટો ડ્રાઈવર મુન્ના  અને તેના સાથી અમિતની ધરપકડ કરી તેમજ ઓટો રિક્ષા જપ્ત કરી.

પોલીસે કરી ધરપકડ :

અમિત ઓટોમાં પાછળથી ધક્કો મારી રહ્યો હતો. બંને સંગમ વિહારના રહેવાસી છે. ડીસીપી સાઉથનું કહેવું છે કે ઓટો (એચઆર 55 એજી 2941) ડીપી એક્ટની કલમ-66 હેઠળ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો પણ આ બાબતે પોતાની જાતને પ્રતિક્રિયા આપવાથી રોકી શકતા નથી.

Niraj Patel