અમદાવાદમાં ઓટો એમ્બ્યુલન્સની શરૂઆત, કોરોનાના દર્દીઓને વિના મૂલ્યે પહોંચાડશે હોસ્પિટલમાં

કોરોનાની મહામારીમાં લોકો હેરાન થઇ રહ્યા છે. હોસ્પિટલમાં જવા માટે એમ્બ્યુલન્સ સમયસર મળતી નથી. સામાન્ય લોકો પાસે પોતાના વાહન નથી તેવા લોકો માટે મુશ્કેલી સર્જાય છે. ત્યારે લોકોને વાહન મળી રહે તે માટે પનાહ ફાઉન્ડેશન અને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન આગળ આવ્યું છે.

Image source

શહેરના અલગ અલગ વિસ્તારમાં દર્દીઓને મદદ મળી રહે તે માટે રિક્ષા દોડાવશે. જેમાં અમદાવાદના લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. હેલ્પલાઇન નંબર 7600660760 છે. તેના પર કોલ કરીને મદદ મેળવી શકાશે. પ્રારંભિક તબક્કે એનજીઓના સહયોગથી દસ જેટલી રીક્ષાઓ આ સેવા માટે અમલમાં મુકવામાં આવી છે. જે માટે રિક્ષા ચાલકોની સુરક્ષાની પુરતું ઘ્યાન રાખવામાં આવશે. રિક્ષાચાલકો PPE કિટ સજ્જ રહેશે અને પૂરતી તકેદારી સાથે દર્દીઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરશે.

Image source

અમદાવાદ રિક્ષા ચાલક યુનિયનના રિક્ષા ચાલક પીપીઇ કિટમાં સજ્જ હશે અને હેલ્પલાઇન નંબર 7600660760 પર કોલ કરતાની સાથે જે તે વિસ્તારમાં દર્દીના ઘરે પહોંચી જશે. કોરોનાની મહામારીમાં સામાજિક સંસ્થાઓ લોકોની મદદ આવી રહી છે. જેનાથી જેટલી મદદ થાય તે કરી રહ્યા છે ત્યારે પનાહ ફાઉન્ડેશન અને અમદાવાદ રિક્ષા ચાલક યુનિયન પણ મદદ કરવા આગળ આવ્યું છે.

Shah Jina