ઓગસ્ટમાં જન્મેલા બાળકો આ બાબતે હોય છે ખુબ જ ખાસ, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદનો નજારો જોવા મળતો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોનો જન્મ ઓગસ્ટ મહિનામાં થાય છે તે જાતકોના સ્વભાવમાં કેટલાક વિશેષ ગ્રહોનો પ્રભાવ દેખવા મળતો હોય છે. ઓગસ્ટ મહિનામાં જન્મ જાતકોની ઉપર સૂર્ય ગ્રહનો પ્રભાવ દેખવા મળે છે. તેમની રાશિ સિંહ હોય છે.

આ મહિનામાં જન્મેલા જાતકોના પ્રત્યેક કાર્યમાં લીડરશીપ જોવા મળે છે. મિથુન અને કન્યા રાશિના જાતક તેમના સારા મિત્રો હોય છે. ઓગસ્ટમાં જન્મેલા લોકોને નોકરીમાં જલ્દી સફળતા મળતી હોય છે. કોઈ પણ વાતને તેમની બાજુ ફેરવવા માટે સારી રીતે આવડતી હોય છે. તેમની ચતુરાઈ તેમના બોલવા પરથી સમજી શકાય છે.

ઓગસ્ટ મહિનામાં જન્મ લેવા વાળા જાતકો સ્વભાવથી કંજૂસ હોય છે. તેમનો આ જ સ્વભાવ તેમને ધનિક બનાવે છે. ઓગસ્ટ મહિનામાં જન્મ લેવા વાળા લોકો બુદ્ધિશાળી હોય છે. તેમનો સમાજમાં એક અલગ પ્રભાવ પડતો હોય છે. સમાજના ભલાઈના કામમાં ખુબ જ સક્રિયતા જોવા મળે છે. જોકે ભલાઈના કામમાં તમારો સ્વાર્થ છુપાયેલો હોય છે.

તમે વધારે મિત્રો બનાવવા પસંદ નથી કરતા. તમારા ઘણા ઓછા મિત્રો હોય છે. આ વાત તમે નકારી શકતા નથી કે તમારામાં ગજબની પ્રતિભા છુપાયેલી હોય છે. તમે કળા, સાહિત્ય અને વિભિન્ન રચનાત્મક વિધિઓમાં તમારી અલગ ઓળખ બનાવો છો. તમારી અંદર સૌંદર્ય બોધ ખુબ જ સારો રહેલો હોય છે. તમે તમારી મરજીના માલિક છો. તમે સ્પષ્ટવાદી હોવ છો. ઘણીવાર તમારી આ આદતના લીધે તમે મુશ્કેલીમાં આવી શકો છો.

આર્થિક બાબતોમાં તમે ખુબ ગંભીર હોવ છો. તમે તમારા પૈસાનો પણ હિસાબ રાખો છો. પ્રેમની વાત કરીએ તો સંબંધમાં તમે વધારે મહત્વ નથી આપતા. કેટલીકવાર તો સંબંધ કરતા પૈસા વધારે અમૂલ્ય હોય છે.

લકી નંબરની વાત કરીએ તો 2, 5 અને 9 નંબર તમારા માટે ભાગ્યશાળી છે. તેમજ સ્લેટી, ગોલ્ડન, અને લાલ રંગ લકી ગણવામાં આવે છે. તેમજ રવિવાર અને શુક્રવાર તમારા માટે શુભ દિવસ ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્વાસ્થ્ય માટે માળિક, ભાગ્યોદય માટે મૂંગા અને ચામડીના રોગ કે ગુપ્ત રોગથી હેરાન થઇ રહ્યા હોવ તો પુખરાજ ધારણ કરવું જોઈએ.

Patel Meet