MBA ચાયવાલા બાદ હવે ‘Audi ચાયવાલા’, લાખોની લક્ઝુરિયસ ચાર બંગડી વાળી ગાડીમાં લગાવે છે ચાનો સ્ટોલ

હવે ચર્ચામાં ‘Audi ચા-વાળો’: 60 લાખની ચાર બંગડી વાળી ગાડીમાં ખોલી ચાની દુકાન.. તો પણ રોડ પર લાગે છે ચાનો સ્ટોલ

Mumbai’s Audi Chaiwala : તમે MBA ચાયવાલા, B.tech ચાયવાલી અને ગ્રેજ્યુએશન ચાયવાલી જેવા ટી સ્ટાર્ટઅપ વિશે સાંભળ્યું જ હશે. રસ્તા કિનારે સ્ટોલથી લઇને મોટા કાફે સુધી… તમે ઘણી જગ્યાએ ચા પીધી હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને ઓડી કારમાં ચા વેચતા જોયા છે ? તમારો જવાબ કદાચ ના હશે. પણ આવો જ એક ખાસ ચાવાળો કે જે ઓડી કારમાં ચા વેચે છે, તે હાલ સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે.

ઓડી કારમાં ચા વેચવાનું અમિત કશ્યપ અને મન્નુ શર્માએ શરૂ કર્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના લોખંડવાલા તેઓ ચા વેચે છે. ઓડીના માલિકનું કહેવું છે કે તે ઓડીનો ઉપયોગ નવી અને અલગ માર્કેટિંગ વ્યૂહરચનાના ભાગરૂપે કરી રહ્યો છે. સ્વાભાવિક છે કે આજના સમયમાં ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે બિઝનેસ માટે નવી નવી રીતો અપનાવવામાં આવી રહી છે.

એવી જ રીતે મુંબઈના આ બે યુવકોએ લક્ઝરી કાર સાથે પોતાના ચાના બિઝનેસની અનોખી માર્કેટિંગ ટેકનિક અપનાવી છે. આ વાયરલ વીડિયોને @sachkadwahai નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, ‘લોખંડવાલા બેકરોડ મુંબઈમાં રોડસાઇડ ઓડી કારમાં ચા વેચતો એક વ્યક્તિ, જે @ondrivetea નામથી પોતાનો ચાનો સ્ટોલ ચલાવે છે.’

વાયરલ વીડિયોમાં ઓડી કારને રોડ કિનારે પાર્ક કરેલી જોઈ શકાય છે. યુવાન ટેબલ પર ચા બનાવી રહ્યો છે. તેના મોંઘા સ્ટોલ પર ઘણા ગ્રાહકો ચા પીતા જોવા મળે છે. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ત્યાં ઘણા યુઝર્સ આના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈ, તે ચા વેચીને વડાપ્રધાન બનશે. બીજાએ લખ્યુ, “જ્યારે પિતા EMI ભરવાની ના પાડી દેશે તો બાપડો છોકરો શું કરશે.”

બીજાએ લખ્યું, “ધંધો મોટો હોય કે નાનો તેનાથી કોઈ ફરક પડતો નથી, જે પોતાના કામને ચાહે છે તે એક દિવસ સફળ થાય છે, હું આ માણસને સલામ કરું છું, કામ કરતા રહો.” ઓડી કારની કિંમત 50-60 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ‘ઓડી ચાયવાલા’એ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ ઓન ડ્રાઈવ ટી પર ઘણા બધા વીડિયો શેર કર્યા છે. બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે મોટી હસ્તીઓ પણ તેના સ્ટોલ પર ચા પીવા આવે છે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદ, કોમેડિયન કૃષ્ણા અભિષેક જેવી સેલિબ્રિટીઝ સાથે તેની તસવીરો છે. અમિત અને મન્નુ પ્રેન્ક વીડિયો પણ શેર કરે છે. જેને હજારોની સંખ્યામાં વ્યુ મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sach Kadwa Hai (@sachkadwahai)

Shah Jina