ક્રિકેટર કેએલ રાહુલે હાલમાં જ પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ અવસર પર તેની અભિનેત્રી પત્ની આથિયા શેટ્ટીએ તેના પર ખૂબ જ પ્રેમ લૂંટાવ્યો. અભિનેત્રીએ બેડરૂમમાંથી એક ફોટો શેર કર્યો છે જેમાં બંને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ ફોટોની સાથે અથિયાએ એક અદ્ભુત પ્રેમથી ભરેલી પોસ્ટ પણ લખી જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક ફોટો શેર કરતી વખતે આથિયાએ લખ્યું- ‘મારું હૃદય મારા આખા જીવન માટે. જે મારા માટે બધું જ છે તેને જન્મદિવસની શુભેચ્છા. આ પોસ્ટ પર ચાહકો સાથે સાથે સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી. કરણ જોહરે લખ્યું- ‘હેપ્પી બર્થ ડે કેએલ રાહુલ.’ અંશુલા કપૂરે લખ્યું- ‘જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ.’
આથિયા શેટ્ટીએ કેએલ રાહુલ સાથેની બે તસવીરો શેર કરી છે. બંનેમાં અભિનેત્રી રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહી છે. એક તસવીર બેડરૂમની હોવાનું જણાઇ રહ્યુ છે. આથિયા સિવાય સસરા સુનીલ શેટ્ટીએ પણ ઇન્સ્ટાગ્રામ પર જમાઈ કેએલ રાહુલ સાથે એક ફોટો શેર કરી તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ ફોટામાં કેએલ રાહુલ, સુનીલ શેટ્ટી અને તેમનો પુત્ર આરામથી બેઠેલા જોવા મળે છે. આ ફોટો શેર કરતા સુનીલ શેટ્ટીએ લખ્યું – ‘આપણી જિંદગીમાં જે પણ છે તે ઘણું મહત્વનું છે. હું તમને મારા જીવનમાં મેળવીને ખૂબ જ ખુશ છું. મારા પુત્ર રાહુલને જન્મદિવસની શુભેચ્છા.’
જણાવી દઇએ કે, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન વર્ષ 2023માં સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં થયા હતા. આ લગ્નમાં બોલિવૂડના કેટલાક સિલેક્ટેડ સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું.