પ્રખ્યાત એસ્ટ્રોલોજર અને બિઝનેસમેને શેર કરી અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની અનસીન તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશન હમણાં જ પૂરુ થયુ, ત્યારે જામનગરમાં વધુ એક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. જેના માટે બોલિવુડના કેટલાક સ્ટાર્સ ફરી એકવાર મુંબઈથી જામનગર પહોંચ્યા હતા. આ સ્ટાર્સમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, જાહ્નવી કપૂર સહિત ઓરી અને અન્ય કેટલાક સામેલ છે.

આ સેલિબ્રેશન એટલુ ભવ્ય નહોતુ, સ્ટાર્સ સવારે આવ્યા અને સાંજે પરત ફર્યા. હાલ તો દરેક જગ્યાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ચર્ચા છે. આ ત્રણ દિવસીય બિગ બેશમાં માત્ર ભારતીયો જ નહી પરંતુ વિદેશની પણ ઘણી મોટી હસ્તીઓ સામેલ થઇ હતી.

ત્યારે આ સેલિબ્રેશનની કેટલીક નવી તસવીરો સામે આવી છે, જે પ્રખ્યાત એસ્ટ્રોલોજર, બિઝનેસમેન અને ફિલૈંથરોપિસ્ટ ભરત જગમોહન મહેરાએ શેર કરી છે. અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનની વાત કરીએ તો, 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલેલ આ ફંક્શન્સમાં ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ પરફોર્મ કર્યું હતું. પહેલા દિવસે કોકટેલ નાઈટ હતી અને આ પછી વનતારા શો બતાવવામાં આવ્યો હતો.

અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનને લઇને જામનગરમાં દીવાળી જેવો માહોલ હતો. બિલ ગેટ્સથી લઈને શાહરૂખ ખાન અને માર્ક ઝુકરબર્ગથી લઈને સચિન તેંડુલકર સુધી, મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ જામનગરમાં પોતાની હાજરી નોંધાવી હતી. ભરત મહેરાએ અંબાણી પરિવારથી લઇને સ્ટાર્સ સુધી અનેક સાથે તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ink=”

Shah Jina